Home /News /madhya-gujarat /

અમદાવાદઃ અપહ્રત યુવાન સામેથી પોલીસ સમક્ષ થયો હાજર, રહસ્ય અકબંધ

અમદાવાદઃ અપહ્રત યુવાન સામેથી પોલીસ સમક્ષ થયો હાજર, રહસ્ય અકબંધ

પ્રતિકાત્મક તસવીર

હવે આ કિસ્સામાં અપહ્યત યુવક સુરેશ ઠક્કર ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે.

    અમદાવાદમાં એક વ્યક્તિનું અપહરણ થવાનાં સમાચાર મળી રહ્યાં હતાં જે જાતે જ ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે. સુરેશ ઠક્કર નામનાં વ્યક્તિનું સિમ્સ હોસ્પિટલ પાસેથી અપહરણ થયું હતું. આ અપહરણમાં સ્વિફ્ટ અને સ્કોર્પિયો ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ કિસ્સામાં અપહ્યત યુવક સુરેશ ઠક્કર ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે.  તેને આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે મારો પહેલા અકસ્માત થયો હતો અને પછી અપહરણ થયું છે. આ મામલામાં પોલીસ યુવાનની વધુ પૂછપરછ શરૂ કરી છે તો હવે આમાં અનેક ખુલાસાઓ પણ સામે આવી શકે છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ પાસેથી એક યુવાનનું અપહરણ થયાનું સામે આવ્યું હતુ. સ્વિફ્ટ અને સ્કોર્પિયોમાં આવેલા અપહરણકારોએ તેને ઉઠાવીને નાસી છૂટ્યા હતા. અપહરણની જાણ થતાં સોલા પોલીસનાં કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં અચાનક અપહ્યત યુવાન જાતે જ ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો છે. જોકે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: બનાસકાંઠાઃ અસ્થિર મગજની મહિલાને માર મારી યુવક કારમાં ઉપાડી ગયો અને પછી..

    શહેરનાં આઈટી કંપની ચલાવતા સુરેશ ઠક્કર નામના યુવાનનું અપહરણ થયાનાં સમાચાર વહેતા થતાં ચકચાર મચી ગયો હતો. જાણવા મળ્યું હતું કે પૈસાની લેતી-દેતીમાં કેટલાક શખ્સોએ અપહરણ થયું છે. જો કે પોલીસ હાલ અપહ્યત યુવકને છોડાવવા શહેરના આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઘટનાસ્થળની આસપાસનાં સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહી હતી. ઉપરાંત તે સમયે ત્યાં રહેલા વ્યક્તિઓની પૂછપરછ પણ કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અપહરણ, અમદાવાદ, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन