બિરીયાનીમાં બોટી ઓછી આપતા ચાકુથી હુમલો, અમદાવાદની હચમચાવનારી ઘટના

બિરીયાનીમાં બોટી ઓછી આપતા ચાકુથી હુમલો, અમદાવાદની હચમચાવનારી ઘટના
પ્રતિકાત્મક તસવીર

આ મામલે અમરાઇવાડી પોલીસે તપાસ શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં ઇંડાની દુકાનેથી બિરીયાનીમાં બોટી ઓછી આપતા છરી વડે હુમલો કરવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ઇંડાની દુકાનેથી બિરીયાની લઇ ગયા બાદ ત્રણ શખ્સ થોડીવારમાં પરત આવ્યા હતા. ત્યારબાદ ત્યાં કામ કરતા યુવકો સાથે બિરીયાનીમાં કેમ બોટી ઓછી આપી તેમ કહી ઝઘડો કરી છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પછી ત્રણેય શખ્સો પલાયન થઇ ગયા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં બન્ને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે અમરાઇવાડી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશનો દિપક ગૌંડ હાટકેશ્વર ખાતે રહે છે અને ઇંડાની દુકાન ઉપર નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરે દિપક તેની સાથે કામ કરતા રિઝવાન આલમ શેખ અને અઝહર આલમ સહિતના લોકો તેની દુકાન પર હાજર હતા. ત્યારે અગાઉ અવાર આવતો નાવેદ આલમ સલીમ શેખ બિરીયાની પાર્સલ કરાવવા આવ્યો હતો અને ત્યાંથી બિરીયાની લઇ જતો રહ્યો હતો. ત્યારબાદ અડધો કલાક બાદ નાવેદ તેનો મિત્ર સોનુ અને અમસાદ ઉર્ફે બટલર ત્યાં આવ્યા હતા અને દિપકને કહેવા લાગ્યા હતા કે, તું કેમ મને બિરીયાનીમાં બોટી ઓછી આપે છે? આટલું કહ્યા બાદ બોલાચાલી શરૂ કરી હતી. જેથી દિપક સાથે કામ કરતો રીઝવાન વચ્ચે પડ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમે વધુ બોટી આપી દઇએ છીએ વાત પુરી કરો.આ પણ વાંચો - પશ્ચિમ બંગાળ : બંગાળ બીજેપીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો, કાર ક્ષતિગ્રસ્ત

જોકે નાવેદ સાથે આવેલ સોનુ નામના યુવકે રિઝવાનને લાફો મારી દીધો હતો અને બુમાબુમ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા સોનુએ રિઝવાનને ચાકુનો ઘા મારી દીધો હતો. જેથી રિઝવાન લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ તેને છોડાવવા દિપક પર ત્રણેએ ભેગા મળી ચાકુથી હુમલો કર્યો હતો. તેથી દિપક અને રિઝવાન નીચે પટકાયા હતા. ત્યારબાદ ત્રણે ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

લોહી લુહાણ હાલતમાં દિપક અને રિઝવાનને એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે અમરાઇવાડી પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પોલીસે રોકી ઉર્ફે સોનુ માસ્કેરીન, નાવેદ આલમ સલીમશેખ અને અમસાદ ઉર્ફે બટલર શેખ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:November 12, 2020, 16:15 pm