અ'વાદઃ બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ગર્લફ્રેન્ડના બિભત્સ મેસેજ અને તસવીરો કરી વાયરલ

News18 Gujarati
Updated: May 18, 2019, 6:05 PM IST
અ'વાદઃ બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ગર્લફ્રેન્ડના બિભત્સ મેસેજ અને તસવીરો કરી વાયરલ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદમાં પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા પ્રેમીએ સોશિયલ મિડીયા પર બિભત્સ મેસેજ અને ફોટો વાયરલ કરી દીધા. સમગ્ર ઘટના અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇને સાયબર સેલની ટીમે સોશિયલ મિડીયા એકાઉન્ટ એનાલિસીસ કરીને આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

વાડજમાં રહેતા ભાવિન ચક્રવતી નામના યુવક છેલ્લા ઘણા સમયથી એક યુવતીના પ્રેમમાં હતો, યુવતી પણ તેની સાથે સંબંધ હતા, જો કે કોઇકારણે યુવતીએ ભાવિન સાથે બ્રેકઅપ કરી લીધું. આ વાત ભાવિનથી સહન ન થઇ અને એક વર્ષના પ્રેમ સંબંધમા નિષ્ફળ રહેતા તેણે પ્રેમિકાને બદનામ કરવાનો નિર્ણય કર્યો. અંતે ભાવિને યુવતી સાથેના ફોટો અને બિભત્સ મેસેજ મિત્રો અને પરિવારને વોટસએપ અને સોસીયલ મિડીયામાં મોકલી દીધા. બાદમાં યુવતીએ ભાવિન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે ગણતરીની કલાકોમાં જ આરોપી ભાવિનની ધરપકડ કરી.

અહીં ક્લિક કરી વાંચોઃ હજુ પણ સિક્યોર નથી WhatsApp! આ દિગ્ગજે ઉઠાવ્યા સવાલ

સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સપેક્ટર વી બી બારડે વધુમાં જણાવ્યું કે 26 વર્ષીય ભાવિન ચક્રવતી પિતાના કેટરીંગના ધંધામાં કામ કરતો હતો. તેણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. એક વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ શરૂ થયો હતો પરંતુ બન્ને વચ્ચે મનમેળ નહિ બેસતા યુવતીએ સંબંધ ખતમ કરી દીધો હતો. જો કે આ વાતથી ભાવિનને મનમાં લાગી આવ્યું અને તેણે આ કૃત્ય કર્યુ.

સાયબર ક્રાઈમની ટીમે સોસીયલ મીડિયાના મેસેજનું એનાલીસીસ કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરીને તેને એફએસએલમાં મોકલીને વધુ સાંયોગીક પુરાવા મેળવવાની દિશામા તપાસ શરૂ કરી છે.
Published by: Sanjay Vaghela
First published: May 18, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading