Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ફેકટરી મલિક પાસે રૂપિયા વસુલાત કરતા યુવકની ધરપકડ, પત્રકારના નામે કરતો હતો 'તોડ'

અમદાવાદઃ ફેકટરી મલિક પાસે રૂપિયા વસુલાત કરતા યુવકની ધરપકડ, પત્રકારના નામે કરતો હતો 'તોડ'

પકડાયેલો નકલી પત્રકાર

Ahmedabad Crime News: ફેકટરી (Factory) સીલ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 25 હજારની માંગણી કરતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ થઈ છે.

અમદાવાદઃ પત્રકાર હોવાનુ રૌફ જમાવીને ફેકટરી માલિક પાસે રૂપિયા પડાવવા બે ઈસમોને ભારે પડ્યું છે. ફેકટરી (Factory) સીલ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 25 હજારની માંગણી કરતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ થઈ છે. પોલીસે (Police) એક આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં કાપડ વોશિંગની ફેક્ટરી ધરાવતા માલિક પાસે પત્રકાર બનીને રૂપિયા 25 હજારની માંગણી કરનાર આરોપી સહિત બે લોકો વિરોધમાં દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી છે.

આરોપી વિષ્ણુ ઠાકોર પોતે પત્રકાર હોવાનું કહીને ફેકટરીના માલિકને જો તું મને પૈસા નહિ આપે તો તારી ફાઈલ મારી પાસે આવી ગઈ છે, હું જીપીસીબીમાં આપી દઈશ. અને ફેકટરીને સિલ મરાવી દઈશ. તેમ ધમકી આપીને 50% રકમ એટલે કે રૂપિયા 25 હજારની માંગણી કરીને સિરાજ નામના વ્યક્તિને ફરિયાદીની ફેકટરી પર રૂપિયા લેવા માટે મોકલ્યો હતો.

આ પણ વાંચોઃ-Crime: લક્ઝરી કારની માંગણી કરી ત્રાસ આપતા સાસરિયાથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત

જો કે આરોપી પાસે આઈ કાર્ડ માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.પોલીસે પકડેલ આરોપીએ પણ ફેક્ટરી માલિકને કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપો તો તમારી ફેક્ટરીને શીલ કરાવી દઈશ, તમને ભારે દંડ કરાવીશ. તમે પૈસા આપી દેશે એટલે તમારા ત્યાં કોઈ એજન્સી આવશે નહીં. તમારી ફેક્ટરીને કોઈ સીલ કરશે નહીં.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સુરતના ગોડાદરામાં ટેરેસ પરથી ટાંકી પર કૂદતા બાળકનું ડૂબી જવાથી મોત, ટ્યૂશન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો વિદ્યાર્થી

અને જો કોઈ અધિકારી આવે તો મારા સાહેબ વિષ્ણુ ઠાકોર સાથે વાત કરાવી દેજો. જેથી તમને કોઈ પરેશાન કરશે નહીં. આમ આરોપીની વાતોમાં આવીને રૂપિયા 25 હજાર આપી દીધા હતા. હાલમાં પોલીસે પત્રકાર તરીકે રોફ જમાવી ને રૂપિયા પડાવનાર એક આરોપીને ઝડપીને અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર