'સાથ જીના-સાથ મરના' પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી સાબરમતી નદીમાં જીવન ટુંકાવ્યું


Updated: January 16, 2020, 10:03 PM IST
'સાથ જીના-સાથ મરના' પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી સાબરમતી નદીમાં જીવન ટુંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર

બંન્ને પાસેથી તેમની ઓળખ થાય તેવા કોઇ જ પુરાવા ન મળી આવતા પોલીસે યુવક યુવતીની ઓળક માટેની કાર્યવાહી શરૂ કરી

  • Share this:
અમદાવાદ: શહેરની સાબરમતી નદીમાં બ્રીજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરવાના બનાવોમાં વધારો થતા તંત્ર દ્વારા બ્રીજ પર જાળી લગાવવામાં આવી છે. જોકે જાળી લાગ્યા બાદ આત્મહત્યાના કિસ્સામાં કેટલાક અંશે ઘટાડો તો જોવા મળ્યો છે. પરંતુ કેટલાક લોકો હવે રીવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવી રહ્યાં છે.

આજે સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાની આસાપાસ એક યુવક યુવતીએ દધીચિ બ્રિજ નીચે વોક વે પરથી ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચ્યા હતાં. અને બંન્નેને બહાર કાઢ્યા હતાં. જો કે 108ને બોલાવતા જ ફરજ પર હાજર સ્ટાફએ બંન્નેને મૃત જાહેર કર્યા હતાં.

બનાવની જાણ રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને કરતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને યુવક યુવતીની ઓળક માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે બંન્ને પાસેથી તેમની ઓળખ થાય તેવા કોઇ જ પુરાવા ન મળી આવતા પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપ્યા છે. યુવકના હાથ પર અંગ્રેજીમાં K, જ્યારે યુવતીના હાથે C લખેલ હોવાનું પોલીસનું કહેવું છે.

પ્રત્યક્ષદર્શી વિજેન્દ્રસિંહ વાઘેલાનું કહેવું છે કે, જ્યારે તેઓ દધિચીબ્રીજ રીવરફ્રન્ટ પર પસાર થઇ રહ્યા હતાં ત્યારે અચાનક જ લોકોની ચીચયારીનો અવાજ તેમણે સાંભળ્યો હતો. જેથી તેમણે વોક વે નજીક જઇને જોયું તો એક કપલ નદીમાં ડુબી રહ્યું હતું. જેથી તેમણે તરત જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

હાલમાં પોલીસ દ્વારા બંન્નેના મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપીને ઓળખ માટેની વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ પોલીસને આશંકા છે કે ક્યાંક પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતાને કારણે બંન્નેએ આ પગલું ભર્યું હોઇ શકે છે. જો કે બંન્નેની ઓળખ થયા બાદ જ આત્મહત્યા કરવા પાછળની હકીકત બહાર આવે તેવી શક્યતા છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर