અમદાવાદ: રખડવા હદ વટાવી! લોકડાઉનમાં બહાર ફરવા બન્યો નકલી ડેપ્યુટી કલેક્ટર, પોલીસે ઝડપ્યો

અમદાવાદ: રખડવા હદ વટાવી! લોકડાઉનમાં બહાર ફરવા બન્યો નકલી ડેપ્યુટી કલેક્ટર, પોલીસે ઝડપ્યો
પ્રતિકાત્મક તસવીર

આવા સમય પણ કેટલાક રખડવાના શોખીન લોકો બહાર ફરતા હોય છે અને નિયમનું પાલન નથી કરતા. પરંતુ, આ વ્યક્તિએ તો ફરવા માટે બધી હદ વટાવી

  • Share this:
કોરોના જેવી ગંભીર મહામારી સામે દેશ લડી રહયો છે, ત્યારે સરકારે 3 may સુધી લોક ડાઉન કરેલ છે, અને જીવન જરૂરિયાત જેવી વસ્તુઓ લેવા બહાર નીકળવા સિવાય, લોકોને ભેગા થવા કે ઘરની બહાર ન નીકળવાનો આદેશ કર્યો છે પરંતુ આવા સમય પણ કેટલાક રખડવાના શોખીન લોકો બહાર ફરતા હોય છે અને નિયમનું પાલન નથી કરતા.

અડાલજ પોલીસને માહિતી મળી હતી કે, 7 દિવસથી એક વ્યક્તિ પોતે ડેપ્યુટી કલેકટર હોવાનું કહી ગાડી લઈને ફરી રહ્યો છે, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીની સૂચનાથી કોરોનાને લઈ પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે પોલીસે એક ગાડી રોકી અને તપાસ કરતા તેને પોતાને ડેપ્યુટી કલેકટર હોવાનું જણાવ્યું હતું.પોલીસને તેણે એક કાર્ડ પણ બતાવ્યું અને જેની ઉપર ભુપત સિંહ ચાવડા લખેલું હતું. પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ કાર્ડ તો નકલી છે અને આ વ્યક્તિ ડેપ્યુટી કલેકટર નથી.

વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ વ્યક્તિનું નામ ભુપત રાવત છે અને જે ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને આયકર વિભાગમાં ખાનગી ડ્રાઈવર તરીકે કામ કરે છે.

આ વ્યક્તિએ ખોટી રીતે આ કાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને તેણે આ કાર્ડ ક્યાંથી બનાવ્યું અને તેની પાછળ હેતુ શું હતો તેની પણ તપાસ શરૂ કરી છે.
Published by:News18 Gujarati
First published:April 26, 2020, 19:43 pm

ટૉપ ન્યૂઝ