અમદાવાદ : 'તમે અકસ્માત કર્યો છે, પૈસા આપવા પડશે,' આવા ગઠિયાઓથી સાવધાન


Updated: January 23, 2020, 10:37 AM IST
અમદાવાદ : 'તમે અકસ્માત કર્યો છે, પૈસા આપવા પડશે,' આવા ગઠિયાઓથી સાવધાન
પ્રતિકાત્મક તસવીર

ગઠિયાએ ફરિયાદીને ગાડીમાં ધમકી આપીને પૈસાની માંગણી કરતા ફરિયાદીએ તેમના ડ્રાઇવર પાસે 20 હજાર રૂપિયા મંગાવીને તેને આપ્યા હતાં.

  • Share this:
અમદાવાદ : 'તમે મારી સાથે અકસ્માત કર્યો છે, મને ઇજા પહોંચી છે,' કહીને કાર ચાલકને ધમકી આપી 68 હજાર રૂપિયા પડાવી લેતા કાર ચાલકે પોલીસ ફરિયાદ આપી છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા સૌરભભાઇ પટેલે ફરિયાદ આપી છે કે 20મી જાન્યુઆરીએ તેઓ રખિયાલ કલંદરી મસ્જીદ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં તે દરમિયાન એક એક્સેસ વાહનચાલકે તેમની કારને ટક્કર મારી હતી.

જે બાદમાં આરોપીએ કહ્યું હતું કે, તમે મારી સાથે અકસ્માત કર્યો છે, મને ઈજા પહોંચી છે. જેથી ફરિયાદીએ તેઓને ટ્રાફિકમાંથી બહાર નીકળી આગળ આવવાનું કહેતા સરસપુર નજીક આ એક્સેસ ચાલક ફરિયાદીની કારમાં બેસી ગયો હતો. બાદમાં ગઠિયાએ અકસ્માત બદલે પૈસા આપવા પડશે તેવી વાત કરીને તે કહે ત્યાં ગાડી લઈ લેવા કહ્યું હતું. આ ગઠિયાએ ફરિયાદીને ગાડીમાં ધમકી આપીને પૈસાની માંગણી કરતા ફરિયાદીએ તેમના ડ્રાઇવર પાસે 20 હજાર રૂપિયા મંગાવીને તેને આપ્યા હતાં.

જોકે, ત્યારબાદ ગઠિયાએ 1 લાખની વધારે કિંમતની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ તેના મિત્રના ગૂગલ પે એકાઉન્ટ પરથી ફરિયાદીને 10 હજાર રૂપીયા આપ્યા હતાં. આ દરમિયાન આરોપીના બીજા બે મિત્રો પણ ત્યાં આવી ગયા હતાં. ફરિયાદીએ રૂપીયા 30 હજાર આપી દેવા છતાં ગઠિયો માનવા તૈયાર થયો ન હતો અને પૂરા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જે બાદમાં ફરિયાદીએ તેના દાગીના ગીરવે મૂકીને તેને રૂપિયા આપવાની વાત કરતાં બંને લોકો સરસપુર ખાતે આવેલ મન્નપુરમ ફાયનાન્સ લિમીટેડ પહોચ્યાં હતાં. જ્યાંથી ફરિયાદીએ દાગીના ગીરવે મૂકીને વધુ 38 હજાર રૂપિયા આરોપીને આપ્યાં હતાં. પૈસા લીધા બાદ ગઠિયાએ ફરિયાદી આ બાબતની જાણ કોઇને કરશે અથવા તો પોલીસ ફરિયાદ કરશે તો જીવથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
First published: January 23, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading