અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારે સંતાન થતું નથી, મારા દીકરાને છૂટાછેડા આપી દે' પરિણીતાને સાસુ-સસરાની જાનથી મારવાની ધમકી

અમદાવાદનો શરમજનક કિસ્સો! 'તારે સંતાન થતું નથી, મારા દીકરાને છૂટાછેડા આપી દે' પરિણીતાને સાસુ-સસરાની જાનથી મારવાની ધમકી
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા તેના પતિ સાથે અમેરિકા રહેવા માટે ગઈ હતી. જોકે પરિણીતાને કોઈ સંતાન ન થતા તેના પતિ અવારનવાર તેને મારઝૂડ કરીને ત્રાસ આપતા હતા. જેથી પરિણીતા અમદાવાદ પરત આવી હતી.

  • Share this:
અમદાવાદ: સંતાનની ઘેલછામાં આજે પણ અનેક દંપતીના (couple) ઘર તૂટી રહ્યા હોય અને તેના કારણે ઘર કંકાસ થઈ રહ્યો હોય તેવા અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવો એક બનાવ શહેર ના પૂર્વ વિસ્તાર માં જોવા મળ્યો છે. ફેશન ડિઝાઈનર (Fashion designer) પુત્રવધૂને સંતાન ન થતાં સાસુ સસરાએ છૂટાછેડા (Divorce) આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ વટવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે લગ્નના એકાદ મહિના સુધી તેના સાસરિયાં તેને સારી રીતે રાખતા હતા. જોકે ત્યારબાદ નાની નાની બાબતોમાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.જો કે લગ્નના બે વર્ષ બાદ ફરિયાદી પરિણીતા તેના પતિ સાથે અમેરિકા રહેવા માટે ગઈ હતી. જોકે પરિણીતાને કોઈ સંતાન ન થતા તેના પતિ અવારનવાર તેને મારઝૂડ કરીને ત્રાસ આપતા હતા. જેથી પરિણીતા અમદાવાદ પરત આવી હતી. અને તેના માતા-પિતા સાથે રહેતી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

જે અંગેની જાણ તેના સાસુ-સસરાને થતાં તેના સાસુ-સસરા ત્યાં આવ્યા હતા અને ધમકી આપી હતી કે તારાથી કોઈ સંતાન થતું નથી, તું મારા દીકરાને છૂટાછેડા આપી દે. નહીં તો તને જાનથી મારી નાખીશું.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી

જોકે ત્યારબાદ બધાને જાણ થઈ હતી કે તેનો પતિ પણ અમેરિકાથી પરત આવેલ છે અને તેને કોઈ સંતાન થતું ન હોવાથી તેના પતિને બીજા લગ્ન કરવા છે. દેશી પરિણીતા તેના સાસરીમાં ગઈ હતી.ત્યારે તેના પતિ અને સાસુ-સસરા એ તેના સાથે બોલાચાલી કરીને તારે અહીં આવવાનું નહીં એમ કહ્યું હતું. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:December 03, 2020, 22:12 pm

टॉप स्टोरीज