Home /News /madhya-gujarat /

ગુજરાત માટે ખતરાની ઘંટી! વડોદરામાં મળ્યો XE વેરિઅન્ટનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કરી પુષ્ટિ

ગુજરાત માટે ખતરાની ઘંટી! વડોદરામાં મળ્યો XE વેરિઅન્ટનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કરી પુષ્ટિ

ચીનમાં XE વેરિઅન્ટને પગલે નવી લહેર આવી છે.

EX Variant in Gujarat: આ પહેલા મુંબઈની એક 50 વર્ષીય મહિલા XE વેરિઅન્ટથી સંક્રમિત થઈ હતી. હવે વડોદરામાં એક વ્યક્તિમાં XE વેરિઅન્ટ જોવા મળ્યો છે.

    નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ XEનો વધુ એક કેસ નોંધાયો છે. આ નવો કેસ ગુજરાત (XE variant in Vadodara)માંથી મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલ આ અંગે વધારે જાણકારી નથી આપવામાં આવી કે આ સંક્રમિત દર્દીની હાલત કેવી છે. દેશના XE વેરિઅન્ટનો (XE variant first case in Mumbai) પ્રથમ કેસ મુંબઈમાં મળ્યો હતો. હવે ભારતમાં XE વેરિઅન્ટનો બીજો કેસ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં આ વેરિઅન્ટને કારણે કોરોનાની નવી લહેર (Coronavirus wave) આવી છે. WHOના જણાવ્યા પ્રમાણે આ વેરિઅન્ટનો પ્રથમ કેસ 19 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં મળ્યો હતો. કોરોના વાયરસના નવા મ્યુટન્ટને XE તરીકે ઓળખવામાં આવે છે. ઘણા અહેવાલોમાં ઓમિક્રોનનું પેટા વેરિઅન્ટ ba.2 કરતાં વધુ ઝડપથી ફેલાતું હોવાનું નોંધાયું છે.

    વડોદરામાં નોંધાયો કેસ


    આ અંગે મળતી માહિતી પ્રમાણે ગત 11 માર્ચના રોજ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા એક 60 વર્ષના વૃદ્ધનું સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદમાં હવે તે XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. વ્યક્તિની આંતર-રાજ્ય પ્રવાસની કોઈ હિસ્ટ્રી જાણવા મળી નથી.

    આ પણ વાંચો:  ગાંધીનગરમાં એકસાથે 15 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

    મુંબઈમાં મળ્યો હતો પ્રથમ કેસ


    ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 40 વર્ષીય મહિલા નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ હતી. જોકે, રાહતની વાત એ હતી કે મહિલાને કોરોનાના કોઈ લક્ષણો ન હતા. મહિલા 10મી ફેબ્રુઆરીના રોજ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી. ભારતીય SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના નિષ્ણાતો સતત કોરોનાના નવા વેરિઅન્ટની જાણકારી મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગ કરી રહ્યા છે.


    ઓમિક્રોનનું નવું સ્વરૂપ વધારે ચેપી


    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) કહ્યું છે કે બ્રિટનમાં પ્રથમ વખત જોવા મળેલું ઓમિક્રોન (Omicron)નું નવું સ્વરૂપ, કોરોના વાયરસના અગાઉના સ્વરૂપો કરતાં વધુ ચેપી લાગે છે. WHO એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે XE recombinant (ba.1-ba.2) નામનું નવું ઓમિક્રોન ફોર્મ પ્રથમ વખત 19 જાન્યુઆરીએ યુકેમાં જોવા મળ્યું હતું અને ત્યારથી 600થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનનું આ નવું સ્વરૂપ કોરોના વાયરસના અગાઉના સ્વરૂપો કરતા વધુ ચેપી લાગે છે, જે વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Vadodara

    આગામી સમાચાર