Home /News /madhya-gujarat /

અમદાવાદ : મેડિક્લેમ મેળવવા બની ગયો દર્દી, ઘટના જાણીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી, જાણો આ કાવતરું

અમદાવાદ : મેડિક્લેમ મેળવવા બની ગયો દર્દી, ઘટના જાણીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી, જાણો આ કાવતરું

પ્રતિકાત્મક તસવીર

મેડિકલેમ પકવવા માટે દર્દી બનીને કોરોનાની સારવાર હોસ્પિટલમાં લીધી હોવાની ફાઇલ તૈયાર કરી કંપનીમાં જમા કરાવી

અમદાવાદ : કોરોનાના કાળમાં કેટલાક કાળા બજારીયા ઓ બ્લેકમાં ઇન્જેક્શનનો અને સિલિન્ડરનો વેપાર કરતા હતા તેવી ઘટનાઓ તો સામે આવી હતી પણ હવે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળતા જ પોલીસ પણ ચોંકી ઉઠી અને માથું ખંજવાળવા લાગી હતી. એક દરજીએ મેડિકલેમ પકવવા માટે દર્દી બનીને તેણે કોરોનાની સારવાર હોસ્પિટલમાં લીધી હોવાની ફાઇલ તૈયાર કરી કંપનીમાં જમા કરાવી હતી. આ વ્યક્તિએ તેની જ દુકાનની બાજુમાં આવેલી હોસ્પિટલના ખોટા લેટરપેડ પર ખોટી સહીઓ કરી હોવાનો ઘટસ્ફોટ થતા ડોક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના બોડકદેવમાં આવેલા શીતલ પ્લાઝામાં રહેતા ભાવેશભાઈ ઓઝા સેટેલાઈટમાં આવેલા અક્ષર જ્યોત કોમ્પલેક્ષ ખાતે શિવમ હોસ્પિટલ ધરાવી ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2008થી સેટેલાઈટ વિસ્તારમાં શિવમ હોસ્પિટલ તેઓ ધરાવે છે. તેમની હોસ્પિટલની બાજુમાં દરજીની દુકાન ધરાવતા શિવા પરમાર સાથે આવતા જતા તેઓને મુલાકાત થતી હતી. આ દરમિયાન શીવાભાઈ બીમાર થાય ત્યારે ભાવેશભાઈની શિવમ હોસ્પિટલ ખાતે જઈને તેઓ દવા લેતા હતા. ગત 24 માર્ચના રોજ શિવાભાઈ પરમાર બીમાર હતા. તેઓ ભાવેશભાઈ પાસે તેમની હોસ્પિટલે આવ્યા હતા ત્યારે ભાવેશભાઈ એ તેમને તપાસી જરૂરી દવા આપી હતી. શિવા ભાઈનો કોરોના ટેસ્ટ કરી આપ્યો હતો અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યો હતો. ત્યારબાદ શિવાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શિવાભાઈએ ભાવેશભાઈને તેમની હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું હતું. પરંતુ ડોક્ટર ભાવેશ ભાઈએ સલાહ આપી હતી કે તમારી તબિયત સારી છે.

આ પણ વાંચો - પોષતું તે મારતું : કોરોનાના યુવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ જ તેમના માટે જીવલેણ, આવી રીતે થાય છે અસર

ડોક્ટર ભાવેશે શિવા ભાઈને ઘરે જ આરામ કરી દવા લેવાની સલાહ પણ આપી હતી. ત્યાર બાદ ગત 12 મે ના રોજ icici કંપનીના કર્મચારી તેજસભાઈ મેડિકલેમ વેરીફિકેશન કરવા માટે ભાવેશભાઈની હોસ્પિટલ આવ્યા હતા અને શિવાભાઈ પરમારના જરૂરી ડોક્યુમેન્ટ તેઓને બતાવ્યા હતા અને ભાવેશભાઈની હોસ્પિટલમાં દાખલ થયા અંગે તથા રજા આપ્યા અંગેનું ફોર્મ બતાવ્યું હતું. આ તમામ ડોક્યુમેન્ટ હોસ્પિટલના લેટરપેડ ઉપર બતાવવામાં આવ્યા હતા. જેમાં દવા તથા સમરી ભરેલ હતી. જોકે આ તમામ ડોક્યુમેન્ટ જોતા ભાવેશભાઈ ને જાણ થઈ કે આ તમામ ડોક્યુમેન્ટ અને લેટર પેડ કે જે તેમની હોસ્પિટલનો હોવાનું બતાવવામાં આવ્યું છે તે તમામ ખોટા છે અને તેમાં હોસ્પિટલનો સિક્કો પણ ખોટો હતો. જેમાં ભાવેશભાઈની સહી પણ કોઈ વ્યક્તિએ કરેલી હોવાનું જણાયું હતું.

જેથી ત્યાં ફાઇલ લઇને આવેલા વ્યક્તિને તેઓએ જાણ કરી હતી કે શિવાભાઈ પરમાર નામના કોઈ વ્યક્તિ તેમના ત્યાં એડમિટ થયા નહોતા અને આ તમામ સહી-સિક્કા પણ તેઓએ કરી આપ્યા ન હતા. જેથી શિવા પરમાર નામના વ્યક્તિએ હોસ્પિટલના ખોટા લેટરપેડ બનાવી હોસ્પિટલનો સિક્કો મારી મેડીક્લેઇમ મંજૂર કરાવવા માટે કંપનીમાં ખોટી રીતે આ તમામ ડોક્યુમેન્ટ આપતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ડૉ. ભાવેશભાઈએ આઈપીસી 465, 467, 471, 473 અને 468 મુજબ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Latest gujarati news, Latest News, Latest today news, Mediclaim, Patient, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર