Home /News /madhya-gujarat /

World Kidney Day: રાજ્યના ક્યાં જિલ્લાના પાણીમાં છે TDS લેવલ હાઈ, કિડનીની બીમારી માટે આ છે કારણ

World Kidney Day: રાજ્યના ક્યાં જિલ્લાના પાણીમાં છે TDS લેવલ હાઈ, કિડનીની બીમારી માટે આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

World Kidney day Special: હાર્ડ વોટરના (Hard water) કારણે પથરીની તકલીફોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કિડનીની બીમારીમાં (Kidney disease) પણ વધારો થયો છે.

અમદાવાદ: આમ તો કિડની ફેઈલ (Kidney fail) થવા પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે પરંતુ હાઈ TDS વાળું પાણીનો વપરાશ કિડની સ્ટોનની બીમારીમાં વધારો કરી રહ્યો છે. પીવાના પાણીમાં TDSનું ઊંચું પ્રમાણ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. હાર્ડ વોટરના (Hard water) કારણે પથરીની તકલીફોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કિડનીની બીમારીમાં (Kidney disease) પણ વધારો થયો છે.

નિષ્ણાતઓ માની રહ્યા છે કે એક અંદાજ પ્રમાણે હાર્ડ વોટરનો ઉપયોગથી કિડનીની બીમારીની શકયતા 5થી 6 ટકા વધી જાય છે. ત્યારે ક્યાં જિલ્લામાં પાણીમાં TDSનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. 10 માર્ચને લઈ વર્લ્ડ કિડની ડેની ઉજવણી થઈ રહી છે. આમ તો દેશમાં કિડની ફેલ્યોરના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જે માટે સૌથી મોટું કારણ ડાયાબીટીસને માનવામાં આવે છે એ ઉપરાંત બીજા હાઇપર ટેનશન, જિનેટિક રોગ પેઇનકિલર, પથરી સહિત અનેક કારણો પણ કિડનીની બીમારી માટે જવાબદાર છે.

હાલ રાજ્યમાં  અંદાજે 6 હજારથી વધુ દર્દીઓ કિડની ફેલ્યોર સામે ઝઝૂમી રહ્યા છે. રોજબરોજ વપરાશમાં લેવાતા પાણીમાં ટીડીએસનું ઊંચું પ્રમાણને લીધે પથરી અને  પથરીના કારણે કિડનીની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. એપોલો હોસ્પિટલ અમદાવાદના નેફરોલોજીસ્ટ ડો. હરેશ પટેલ જણાવે છે કે હેલ્થ અવેરનેસ વધવાથી કિડની ફ્રેલ્યોરના કેસ સામે આવતા થયા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

જોકે જેટલું હાર્ડ વોટરનો ઉપયોગ વધારે થાય તો પથરીના કેસો વધારે આવે અને જો પથરીમાં પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં ન આવે તો કિડની ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. સ્ટોન ડીસીઝના કારણે કિડની ફેઈલ થવાની શકયતા 5થી 6 ટકા હોય છે. સાબરકાંઠામાં હાર્ડ વોટર વધુ જોવા મળે છે. જેના કારણે તે વિસ્તારમાંથી કિડનીની તકલીફ વાળા દર્દીઓ વધુ જોવા મળે છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીમાં TDSનું પ્રમાણ ઊંચું જોવા મળે છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ

વિસ્તારોમાંથી 10 ટકા દર્દીઓ કિડની તકલીફ વાળા સામે આવતા હોય છે.  આ ઉપરાંત વડોદરામાં પાદરા ગામમાં પાણીમાં 1300 TDS, પદ્માના 1200 TDS વાળું પાણી,  ઇડરમાં 1200 વાળું પાણી,  મહેસાણામાં 1600 TDS વાળું પાણી, ધોળકામાં 3100 TDS, વિરમગામમાંથી પણ સ્ટોન ડીસીઝના દર્દીઓ આવે છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ TDS વાળું પાણી જોવા મળે છે.



જેના કારણે પથરીની બીમારીઓ વધી રહી છે. રાજ્યમાં કિડનીની બીમારીમાં વધારો ચિંતાનો વિષય જરૂરથી બન્યો છે. કિડનીની બીમારીમાં  ડાયાબીટીસ, લાઈફ સ્ટાઇલમાં બદલાવ, બ્લડ સુગર કન્ટ્રોલ રાખવામાં આવે તો કિડનીની બીમારી નિવારી શકાય તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર