Home /News /madhya-gujarat /

અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 20 ટકા સુધી લઇ જવા માટે શું છે એએમસી ગાર્ડન વિભાગનો પ્લાન?

અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 20 ટકા સુધી લઇ જવા માટે શું છે એએમસી ગાર્ડન વિભાગનો પ્લાન?

આજે દેશ વિદેશમાં વધી રહેલા વાવાઝોડા, કમોસમી વરસાદ, કમોસમી બરફ પડવો તેમજ ગ્લોબલ વોર્નિગ અસરના પગલે વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે

આજે દેશ વિદેશમાં વધી રહેલા વાવાઝોડા, કમોસમી વરસાદ, કમોસમી બરફ પડવો તેમજ ગ્લોબલ વોર્નિગ અસરના પગલે વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે

અમદાવાદ : 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે દર વર્ષે તો કરીએ છીએ પરંતુ શું ખરેખર આ ઉજવણી એક દિવસ પુરતી માત્ર રહી છે. અમદાવાદ શહેર આજે શું સ્થિતિમાં છે. એક તરફ વૃક્ષો કપાઇ રહ્યા છે બીજી તરફ વિશ્વ પર્યાવરણની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ શહેરમાં ગ્રીન ટકા વાળીમાં અનેક ગણું પાછળ છે. આ ટકાવાળી વધારવા માટે અમદાવાદ મહાનગર પાલિકાનું શું પ્લાનિંગ છે ?

આજે દેશ વિદેશમાં વધી રહેલા વાવાઝોડા, કમોસમી વરસાદ, કમોસમી બરફ પડવો તેમજ ગ્લોબલ વોર્નિગ અસરના પગલે વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ધરતી પરથી વૃક્ષો / જંગલો દૂર થઇ રહ્યા છે. જંગલો અને વૃક્ષો કપાઇ ગગનચુંબી ઇમારતો તૈયાર થઇ રહી છે એટલે કે ઘાટ જંગલના બદલે ઘાટ ક્રોકિટ વાળી ઇમારતોનો ખડકલો થઇ રહ્યો છે. આજે આપણે વૃક્ષનું નિકંદન કાઢી રહ્યા છીએ પરંતુ આ સ્થિતિ પર કંટ્રોલ મેળવા માટે હવે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરી રહ્યા છીએ.

એએમસી ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશભાઇ પટેલ જણાવ્યું છે કે મહાનગર પાલિકાએ ભવિષ્યમાં આવનાર ખતરાને રોકવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. મિશન મિલિયન ટ્રી પ્લાન્ટ કરવાની ઝુંબેશ કરવામાં આવી છે. મહાનગર પાલિકા કે નગરપાલિકામાં રહેતા લોકો માટે સારા સ્વાસ્થ્ય માટે શહેરમાં 15થી 20 ટકા ગ્રીન કવર હોવું જોઇએ. જો આ ગ્રીન કવર આટલું હોય તો તે શહેરમાં હવા શુદ્ધ માની શકાય છે . 2012ના એક સર્વે મુજબ અમદાવાદ શહેરમાં 4.66 ટકા ગ્રીન કવર હતું. ત્યારે આ લક્ષ્યાંકને આગળ લઇ જવા માટે મહાનગર પાલિકાએ મિશન મિલિયન ટ્રી પ્લાન્ટ કરાયા હતા. આજે આ અભિયાનના પગલે શહેરનું ગ્રીન કવર 10 ટકા પહોંચ્યું છે.

આ પણ વાંચો - ગેહલોત સરકાર જયપુરમાં બનાવી રહી છે ધારાસભ્યો માટે આલીશાન 160 લક્ઝરી ફ્લેટ્સ, જાણો કેવી હશે સુવિધાઓ

ગાર્ડન વિભાગના ડાયરેક્ટર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 10 લાખથી વધુ વૃક્ષ લગાવામા આવ્યા છે. ચાલુ વર્ષે 15 લાખ વૃક્ષ લગાવવાનો મોટો લક્ષ્યાંક રખાયો છે. જેથી અમદાવાદ શહેરમાં હવા શુદ્ધ થાય. અમદાવાદીઓને ગંગનચુંબી ઇમારતો વચ્ચે શહેરમાં કોક્રિટ જંગલ સાથે વન્ય જંગલ મળે તે માટે એએમસીએ પ્રયાસ શરૂ કર્યો છે. શહેરમાં એએમસીની માલિકીની જગ્યા અને ગાર્ડન માટે રિઝર્વ જગ્યા પર હજારો ટ્રી પ્લાન્ટ કરી શહેરની વચ્ચે અનેક જંગલો તૈયાર થઇ રહ્યા છે. જે કદાચ ભુતકાળમાં ક્યારેય ન થયું હોય તે કામ થઇ રહ્યું છે.

આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તો કરશે પરંતુ સાથે હવે લોકોએ એક શપથ લેવા પડશે. કારણ કે જો કુદરત સમૃદ્ધ નહી રહે તો ભવિષ્યમાં અનેક મોટા આફતો આવશે. જે રીતે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે. કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે કુદરતી સંપદાને હવે નુકસાન થતું અટકાવું પડશે તો જ આવનાર પેઢી શુદ્ધ ઓક્સિજન લઇ શકશે.
Published by:Ashish Goyal
First published:

Tags: AMC Garden Department, Garden Department, World Environment Day, World Environment Day 2021, અમદાવાદ, એએમસી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन