Home /News /madhya-gujarat /

Ahmedabad News: વિકાસની હરણફાળ ભરશે અમદાવાદ, શહેરના વિકાસ માટે વર્લ્ડ બેંક આપશે 3 હજાર કરોડની લોન

Ahmedabad News: વિકાસની હરણફાળ ભરશે અમદાવાદ, શહેરના વિકાસ માટે વર્લ્ડ બેંક આપશે 3 હજાર કરોડની લોન

કોરોના મહામારીના પગલે અમદાવાદ મહાનગર પાલિકના તિજોરી તડીયા ઝાટક થઇ છે.

એએમસી ડેપ્યુટી કમિશનર આર કે મહેતાએ જણાવ્યુ હતુ કે, શહેરના આગામી 2050 ના વિઝનને ધ્યાનમાં રાખી વિકાસના કામ કરવા માટે વર્લ્ડ બેંક તબક્કાવાર ૩ હજાર કરોડ લોન આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભવિષ્યમાં કરવાના થતા ઇન્ફાસ્ટ્રક્ચરના કામો માટે ગુજરાત રેસીલીયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (GRCDP) હેઠળ પ્રોજેકટ પ્રોપ્રોઝલ રિકવેસ્ટ રાજ્ય સરકાર મારફતે તૈયાર કરી કેન્દ્ર સરકાર તરફ મોકલવામા આવી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad City News) વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિક (AMC)ની તિજોરી વર્લ્ડ બેંક (World Bank) લોન આપી છલકાવી દેશે. અમદાવાદ શહેરમાં ગટર અને પાણી નિકાલની લાઇનો પ્રોજેકટ માટે વર્લ્ડ બેંક ૩ હજાર કરોડની લોન એએમસી (World Bank Loan)ને આપશે. પ્રોજેક્ટની માહિતી મેળવા માટે વર્લ્ડ બેંકની ટીમ અમદાવાદના 10 દિવસમાં પ્રવાસે આવી છે . કોરોના મહામારીના પગલે અમદાવાદ મહાનગર પાલિકના તિજોરી તડીયા ઝાટક થઇ છે. તેવામાં વર્લ્ડ બેંક અમદાવાદ મહાનગર પાલિકાને આર્શિવાદ રૂપ સાબિત થશે. શહેરના વિકાસ કાર્યો માટે 3 હજાર કરોડ જેટલી માતબર રકમ ઓછા વ્યાજે લોનપેટે આપશે.

એએમસી ડેપ્યુટી કમિશનર આર કે મહેતાએ જણાવ્યુ હતુ કે, શહેરના આગામી 2050 ના વિઝનને ધ્યાનમાં રાખી વિકાસના કામ કરવા માટે વર્લ્ડ બેંક તબક્કાવાર ૩ હજાર કરોડ લોન આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભવિષ્યમાં કરવાના થતા ઇન્ફાસ્ટ્રક્ચરના કામો માટે ગુજરાત રેસીલીયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (GRCDP) હેઠળ પ્રોજેકટ પ્રોપ્રોઝલ રિકવેસ્ટ રાજ્ય સરકાર મારફતે તૈયાર કરી કેન્દ્ર સરકાર તરફ મોકલવામા આવી હતી. વર્લ્ડ બેંક પાસેથી નાણાકીય સહાય માટે એએમસી દ્વારા વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક યોજવામા આવી હ . જે અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેકટ , એસટીપી, નાણા ખાતું, ટેક્ષ વિભાદ અને એસ્ટેટ ખાતા સાથે લઇને બેઠકો કરી વિગતવાર ચર્ચા કરાઇ હતી. જે અન્વયે કુલ રૂપિયા ૩ હજાર કરોડના વિકાસ કામો નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે. જે અંતર્ગત હાલ પ્રથમ તબક્કામાં 1 હજાર કરોડના કામ શરૂ કરવામાં આવશે .

આ પણ વાંચો- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કોલેજ અને એસટી બસ વચ્ચે થયો અકસ્માત, 1 વિધાર્થિનીનું મોત

હયાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો પૈકી કુલ પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાટોની ટેકનોલજીમાં જરૂરી સુધારા વધારાના કામો કરવાથી શહેરમાં ઉત્પન્ન થતા સુએઝને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુચ્વવ નવા ધારા ધોરણો મુજબ ટ્રીટમેન્ટ કરી તેનો નિકાલ કરી શકાશે. હયાત ડ્રેનેજ લાઇનોના રિહેબીલીટેશન તથા નવા માઇક્રોટનલીંગ લાઇનોના કામો તથા નવા કુલ સાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધારો કરી શકાશે. જેથી શહેરની ભવિષ્યની વર્ષ 2050 સુધીની વધારાની ડ્રેનેજ સુવિધા તથા તેના ટ્રીટમેન્ટનુ આયોજન કરી શકશે.

નવા કુલ ત્રણ ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો થવાથી સુએઝને ટ્રીટમેન્ટ કરી ગુજરાત સરકારની રીયુઝ રિસાઇકલ પોલીસી અંતર્ગત અન્ય જગ્યાએ જેમકે ખેતીમાં, બાગ બગીચામાં તળાવોમાં, ઔધોગિક એકમોમાં વગેરે જગ્યાએ ટ્રીટેડ પાણીના ઉપોયગનુ આયોજન કરી શકાશે. ખારીકટ કેનાલ તથા શહેરના તળાવો વિકસાવવાના અંદાજીત રૂપિયા 456 કરોના કામો કરવાથી શહેરમાંથી પસાર થતી કેનાલ તથા શહેરના આવેલ। તળાવોનો વિકાસ થવાથી શહેરીજનોને રમણીય સ્થળો ઉભા થશે.

આ પણ વાંચો- યુક્રેનના સાંસદનો મોટો આરોપ - રશિયન સૈનિકોએ સગીરાઓ પર બળાત્કાર કર્યો, મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો

અમદાવાદ શહેરની હાલ સુએઝ ટ્રીટમેન્ટ શુદ્ધીકરણની કુલ ક્ષમતા 993 એમએલડી છે . ગુજરાત રેસીલીયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ બેઠક હયાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવાથી તેમજ નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવથી સુએઝ ટ્રીટમેન્ટ શુદ્ધીકરણની કુલ ક્ષમતા 1396 એમએલડી થશે. સ્ટોર્મ વોટર ડ્રેનેજના સુધારા તથા નવી લાઇનોના અંદાજીત 514 કરોડ કામોના આયોજનથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો સત્વરે નિકાલ થશે. આમ અમદાવાદ શહેરમાં જૂની હયાત લાઇનો અપગ્રેડેષન કરવાના કામો કરવામાં આવશે .
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Ahmedabad news, AMC News, AMC project, Gujarat Samchar, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन