ગુજરાતે અમને ગણું આપ્યું, આ અમારી કર્મભૂમિ છે, હમ જલ્દી હી વાપસ આયેંગે : શ્રમિક


Updated: May 21, 2020, 7:29 PM IST
ગુજરાતે અમને ગણું આપ્યું, આ અમારી કર્મભૂમિ છે, હમ જલ્દી હી વાપસ આયેંગે : શ્રમિક
પોસ્ટરથી પરપ્રાંતિય શ્રમિકો દ્વારા સંદેશો આપે છે કે, ગુજરાત જલ્દી આવશે. જોકે હવે તો ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ છે.પરંતુ આ મહામારીમાં શ્રમિકોને પોતાના પરિવાર અને વતનની યાદ આવી રહી છે.પરંતુ શ્રમિકો પરત આવશે.

પોસ્ટરથી પરપ્રાંતિય શ્રમિકો દ્વારા સંદેશો આપે છે કે, ગુજરાત જલ્દી આવશે. જોકે હવે તો ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ છે.પરંતુ આ મહામારીમાં શ્રમિકોને પોતાના પરિવાર અને વતનની યાદ આવી રહી છે.પરંતુ શ્રમિકો પરત આવશે.

  • Share this:
અમદાવાદ, વિભુ પટેલ : કોરોનાના કહેરને કારણે શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 8 લાખથી વધુ શ્રમિકો ને વતન પહોંચાડયા છે, અને આજે પણ શ્રમિકોને ગોરખપુર મોકલવામાં આવી રહ્યા છે.1600 શ્રમિકોને લઈ 35 બસ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. આ બસમાં બેઠેલા શ્રમિકો વતન જવાની ખુશી હતી, અને બસની ચારે તરફ સીએમ વિજય રૂપાણી અને ગુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ફોટો સાથે પોસ્ટર લગાવેલ હતા. પોસ્ટરમાં લખ્યું હતું ગુજરાત હમારી કર્મભૂમિ હૈ, હમ જલ્દી હી વાપસ આયેંગે.


શ્રમિકોએ પણ ઉત્સાહ સાથે કહ્યું હતું કે, ગુજરાત હમારી કર્મભૂમિ હૈ..હમ વાપસ આયેંગે. કર્મભૂમી કા ઋણ ચુકાયેગે. શ્રમિકોએ કહ્યું ગુજરાતે અમને ઘણું આપ્યું છે. પરંતુ કોરોનાના કારણે પરિસ્થિતિ ખરાબ છે, જેના કારણે વતન જઈઅ રહ્યા છીએ. પરંતુ યોગ્ય સમયે ગુજરાત આવીશું.


ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ જણાવ્યું હતું કે, પોસ્ટરથી પરપ્રાંતિય શ્રમિકો દ્વારા સંદેશો આપે છે કે, ગુજરાત જલ્દી આવશે. જોકે હવે તો ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ છે.પરંતુ આ મહામારીમાં શ્રમિકોને પોતાના પરિવાર અને વતનની યાદ આવી રહી છે.પરંતુ શ્રમિકો પરત આવશે.


મહત્વપૂર્ણ છે કે, કોરોનાની મહામારીના કારણે લોકડાઉન કરવું પડ્યું, અને કંપનીઓ, ફેકટરી, યુનિટો,બાંધકામ બંધ થતા શ્રમિકો બે રોજગાર બની ગયા છે.શ્રમિકો પાસે કામ ન હોવાના કારણે પોતાના વતન તરફ જઈએ રહ્યા છે. જોકે હવે તો ફેક્ટર5 શરૂ થઈ છે. પરંતુ બે મહિનાથી બે રોજગાર બનેલા શ્રમિકોને પોતાના વતનમાં જવું છે, અને ગુજરાત પરત આવશે પરંતુ જનજીવન સામાન્ય થયા બાદ શ્રમિકો યોગ્ય સમયે આવશે. બસ ની ચારે તરફ લાગેલા પોસ્ટરો રાજકીય હતા કે પછી ખરે ખર શ્રમિકોની વાચા હતી તે સમય બતાવશે.
First published: May 21, 2020, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading