અમદાવાદ : વાહન ટોઇંગ મામલે બે મહિલા અને પોલીસ વચ્ચે થઇ ઝપાઝપી

News18 Gujarati
Updated: October 13, 2019, 7:52 AM IST
અમદાવાદ : વાહન ટોઇંગ મામલે બે મહિલા અને પોલીસ વચ્ચે થઇ ઝપાઝપી
પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિકનાં નવા નિયમોને કારણે રાજ્યની પોલીસ પર જ હુમલાની ઘટના અથવા તો પોલીસ દ્વારા શહેરીજનો સાથે ઝપાઝપીની ઘટના સામે આવી રહી છે.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : કેન્દ્ર સરકારના ટ્રાફિકનાં નવા (Traffic rules) નિયમો બાદ રાજ્યની પોલીસ (Gujarat police) હરકતમાં આવી છે. તો બીજી તરફ રાજ્યની પોલીસ પર જ હુમલાની ઘટના અથવા તો પોલીસ દ્વારા શહેરીજનો સાથે ઝપાઝપીની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદનાં પ્રહલાદ નગરમાં સામે આવી છે. જ્યાં બે યુવતીઓ ટોઇંગ કરેલા પોતાનું વાહન છોડાવા ગઇ હતી ત્યારે પોલીસકર્મીએ તેમને લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે.

રાજ્ય સરકારનાં નવા ટ્રાફિકનાં નિયમો બન્યા બાદ રાજ્યની પોલીસ અને પ્રજા આમને સામને આવી ગઈ હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ પર હુમલો તો ક્યાંક પોલીસ દ્વારા પ્રજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા નરોડામાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવી રહેલા બે યુવકોને પકડી મેમો ભરાવી રહી હતી. તે દરમિયાન બન્ને યુવકોએ પોલીસ સાથે હાથપાઈ અને બન્ને યુવકોએ પોલીસને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે હવે પોલીસ દ્વારા પ્રહલાદનગર વિસ્તારમાં બે યુવતીઓ ખરીદી કરવા ગઈ હતી તે દરમિયાન ત્યાં અડચણ રૂપ એક્ટિવા પાર્ક કરેલ હતું જેથી પોલીસે તેને જવાબદારીના ભાગરૂપે ત્યાંથી વાહન ટોઇંગ કરી પ્રહલાદનગર ટોઇંગ સ્ટેશન લઈ ગઈ હતી. તે દરમિયાન બન્ને યુવતીઓ વાહન છોડાવવા માટે ટ્રાફિક બૂથ સુધી ગઈ હતી. જ્યાં બન્ને યુવતીઓએ પોલીસને શરુઆતમાં ત્યાં પડેલ ફોર વ્હીકલ શા માટે ન ઉપાડ્યા તેવું કહી બન્ને યુવતીઓ આક્રોશમાં આવી પોલીસકર્મી સાથે હાથપાઈ કરી અને બન્ને આમને સામને આવી ગયા હતા.

આ પણ વાંચો : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે 12 પાસ ઉમેદવારો નહીં આપી શકે

બન્ને યુવતીઓના આક્ષેપ પ્રમાણે પોલીસે બન્ને યુવતીઓ સાથે હાથપાઈ કરી બિભસ્ત વર્તન કર્યું અને ગાળો પણ બોલી. ત્યારે સમગ્ર ઘટનામાં હાલ પોલીસ સામે બન્ને યુવતીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે શરૂઆતમાં બન્ને યુવતીઓને સમજાવવામાં આવી કે ફોર વ્હીકલ ટોઇંગ કરવાની જવાબદારી અન્ય વિભાગની આવે છે. આ ઉપરાંત આપનું વાહન અડચણ રૂપ હતું. જેથી અમે વાહન ટોઇંગ કર્યું હતું. નિયમો પ્રમાણે 750 રૂપિયા દંડ ભરવાનો હતો. આ સાંભળીને બન્ને યુવતીઓ આવેશમાં આવી ગઈ હતી અને મારી ઉપર એટલે પોલીસ ઉપર હુમલો કર્યો. જેમાં બેઝ અને ડ્રેસ ફાડી નાખ્યો હતો. જોકે, હાલ પોલીસકર્મીએ પણ બંન્ને યુવતીઓ સામે ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ દર્શાવી છે.

આ પણ વાંચો : આંગળીના બે વેઢા જેવડા નેનો ફોનથી લોકોને છેતરતું કૉલ સેન્ટર ઝડપાયું, 19 લોકોની ધરપકડ

સમગ્ર ઘટનામાં હાલ પોલીસ અને બન્ને યુવતીઓ આમને સામને છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ સમગ્ર ઘટનામાં બુથની આજુબાજુના CCTV મેળવી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading