અમદાવાદઃ ઘરેલું હિંસાના 78 ટકા કિસ્સામાં સમાધાન કરાવામાં મહિલા પોલીસ સફળ


Updated: July 17, 2020, 11:12 PM IST
અમદાવાદઃ ઘરેલું હિંસાના 78 ટકા કિસ્સામાં સમાધાન કરાવામાં મહિલા પોલીસ સફળ
પ્રતિકાત્મક તસવીર

ક્યારેક નાની નાની બાબતો ને લઈ ને થયેલો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતો હોય છે.

  • Share this:
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયમાં નાની નાની બાબતોમાં ઘરેલું હિંસા (domestic violence) બની હોય તેવા અનેક કિસ્સા ઓ સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પોલીસ ચોપડે અનેક અરજી ઓ આવી છે. જો કે મહત્વ ની વાત કરીએ તો આ વર્ષે ઘરેલું હિંસાના 77 ટકા કિસ્સામાં ઘર કંકાસ આગળ વધતો અટકાવીને સમાધાન કરવવામાં પોલીસને (police) સફળતા મળી છે.

ક્યારેક નાની નાની બાબતો ને લઈ ને થયેલો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. અને મામલો પોલીસ સ્ટેશન (Police station) સુધી પહોંચી જતો હોય છે. શહેર મહિલા ક્રાઈમમાં આવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. જો આ વર્ષે પૂર્વ અને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં (Womens police station) આવેલ અરજી અને ગુના પર નજર કરી એ તો.

પૂર્વ પો સ્ટે. 861 અરજી      26 ગુના

પશ્ચિમ પો સ્ટે.      575 અરજી  28 ગુના  

આમ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે 861 અરજી ઓ જ્યારે 26 ગુના દાખલ થયા છે. અને પશ્ચિમ પોલીસ સ્ટેશન ની વાત કરીએ તો 575 અરજી અને 28 ગુના દાખલ થયા છે.

આ પણ વાંચોઃ-પ્રેમકહાની! પાકિસ્તાની પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રનો યુવક કચ્છ શરહદે પહોંચ્યો, બાઈક બગડતા ચાલતી પકડી અને પછી...આ પણ વાંચોઃ-અમદાવાદઃ છઠ્ઠા મહિને પ્રીમેચ્યોર જન્મેલા અર્જુને યમદૂતને હરાવ્યા, તબીબોની મહેનત રંગ લાવી

જ્યારે કોઈ પણ ફરિયાદી મહિલા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસ દ્વારા તેની રજૂઆત સાંભળવા માં આવે છે અને ત્યાર બાદ જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી બંને વ્યક્તિઓને સમજાવવામાં આવે છે. અને સમાધાનનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-સંબંધોનો ખૂન! રાજકોટમાં પતિએ સળિયાના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ

જેમાં પોલીસ ને સરેરાશ 78 ટકા કિસ્સામાં સમાધાન કરવવામાં સફળતા મળી છે. પૂર્વ વિસ્તાર માં આવેલ અરજીમાં સમાધાન કરાવવામાં પોલીસને 85 ટકા અને પશ્ચિમ વિસ્તારમાંથી આવેલ અરજીમાં 72 ટકા કિસ્સામાં પોલીસએ મધ્યથી બની સમાધાન કરાવ્ય છે.

સામાન્ય કિસ્સામાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવતું હોય છે. જો કે ક્યારેક કોઈ ગંભીર બાબત હોય તો કાઉન્સિલિંગ સેન્ટર ના નિષ્ણાંત દ્વારા કાઉન્સિલિંગ કરીને બંને પક્ષ વચ્ચે કંકાસને આગળ વધતો અટકાવીને સમાધાન થાય તે માટેના પ્રયત્ન પોલીસના હોય છે.
Published by: ankit patel
First published: July 17, 2020, 11:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading