અમદાવાદ : યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો આધેડ, રણચંડીએ લાકડીએથી કરી ધોલાઈ

અમદાવાદ : યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો આધેડ, રણચંડીએ લાકડીએથી કરી ધોલાઈ
વીડિયો ગ્રેબની તસવીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારનો વીડિયો, યુવતીઓએ લાકડીએ લાકડીએ આધેડને મેથીપાક ચખાડ્યો, ભોગ બનનાર યુવતીએ કહ્યું 'યુવતીઓએ પોતાની રક્ષા જાતે જ કરવી પડશે'

 • Share this:
  અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો (video) બનાવનાર આધેડને યુવતીઓએ (Girls Beaten man) સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો (Viral Video) પણ ધૂમ વાયરલ થયો છે જેમાં રણચંડીઓએ મળીને મનચલા આધેડને ધોઈ નાખ્યો છે. એક તરફ દેશમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે યુવતીના મતે તેનો વીડિયો ઉતારનાર શખ્સના આવા હાલ કરવાથી સમાજમાં એક સ્ટ્રોંગ મેસેજ જશે કે દીકરીઓ અબળા નથી સબળા છે તેમની છેડતી કરી તો ભારે પડશે.

  આ બનાવમાં દીકરીઓએ આધેડની ધોલાઈ કર્યા બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધીને આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલ એ.સી રિપેરીંગ નું કામ કરે છે અને CTM ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.  આ પણ વાંચો :  નળસરોવરથી એપ્રિલમાં ઉડી, કૂંજ પક્ષી વતન કઝાખસ્તાન ગયું, 5 મહિના બાદ ઑક્ટોબરમાં પરત આવ્યું

  આ મામલે પીડિત યુવતીએ જણાવ્યું કે 'હું અને મારી ફ્રેન્ડ અમે શાક વાળાને ત્યા ઊભા હતા ત્યારે એ ભાઈ નજીકમાં ઊભા હતા તેમના ફોનની ફ્લેશ લાઇટ શરૂ હતી અને તેમનો ફોન કાનથી પણ દૂર હતો. મને શંકા ગઈ કે કોઈ મારો વીડિયો કે ફોટો લઈ રહ્યું છે એટલે મેં કહ્યું કે અંકલ તમારો ફોન બતાવો. એમણે ફોન ન આપ્યો એટલે મને શંકા ગઈ કે ચોક્કસ મારો વીડિયો છે. મેં તેમનો ફોન ઝૂંટવી લીધો અને ચેક કર્યો તો તેમના ફોનમાંથી વીડિયો નીકળ્યો

  'કોઈ પુરૂષ મદદે ન આવ્યો'

  આ સમયે ત્યાં હાજર પણ પુરૂષો પણ મારી મદદ માટે આવ્યા નથી. પણ મેં મારી સોસાયટીમાં મારી બહેનપણીઓને કહ્યું તેઓ મારી સાથે આવી અને અમે લાકડીએથી તેની ધોલાઈ કરી. બધી જગ્યાએ કોઈ તમારી મદદ માટે નહીં તો તમારી રક્ષા માટે જેથી તમે આગળ આવો અને તમારી મદદ જાતે કરો. મારી ક્યાંય પણ મદદની જરૂર પડે તો મને કહેજો હું ચોક્કરસથી સાથે આવીશ'

  અમદાવાદની આ રણચંડીએ કહ્યું કે આ મામલે કોઈ પુરૂષ મારી મદદે આવ્યું નહોતું.


  આ પણ વાંચો : રાજકોટ : હની ટ્રેપ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની ધરપકડ

  આમ અમદાવાદની એક દીકરીએ એક લંપટને સબક શિખવાડી દીધો છે કે જો સહેજ પણ ગેરવર્તણૂક કરી તો આ સમાજ હવે સાંખી લેવોનો નથી અને મેથીપાક મળશે. યુવતીનો આરોપ છે કે જ્યારે તે ફોન ઝૂંટવી અને જઈ રહી હતી ત્યારે લંપટ કાકો તેની પાછળ પાછળ આવી રહ્યો હતો અને તેની સાથે ઝપાઝપી પણ કરી હતી.
  Published by:Jay Mishra
  First published:October 13, 2020, 16:21 pm

  ટૉપ ન્યૂઝ