અમદાવાદઃ 'હું તમારી ચરબી ઉતારું છું, તમને જોઈ લઉં છું', મહિલાએ PSIને આપી ધમકી, ફિલ્મી સીન જેવી છે ઘટના


Updated: October 20, 2020, 1:19 AM IST
અમદાવાદઃ 'હું તમારી ચરબી ઉતારું છું, તમને જોઈ લઉં છું', મહિલાએ PSIને આપી ધમકી, ફિલ્મી સીન જેવી છે ઘટના
પ્રતિકાત્મક તસવીર

આ મહિલાઓ સાથે આવેલા ભાઈએ ચિરાગને કહેલું કે એ અમારે કઈ જોવાનું નથી, ચાલ ચિરાગ ઊભો થા, તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ. તેમ કહીને જોર જોરથી બોલી પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

  • Share this:
અમદાવાદ:  હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું, તમને જોઈ લઉં છું. મહિલાએ પી એસ આઈને (PSI) ફોન પર ધમકી (threat) આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.  સોલા પોલીસ સ્ટેશનમાં (sola police station) દાખલ થયેલા એક ગુનામાં ચાંદલોડિયા પોલીસ ચોકીનાં સ્ટાફ દ્વારા હીરાવાડીમાં રહેતા ચિરાગ પટેલ નામનાં વ્યક્તિને લઈ આવ્યા હતા.

આ ગુનામાં પૂછપરછ અને નિવેદન માટે હજાર થવા પોલીસે ચિરાગને નોટિસ મોકલીને જાણ કરી હતી. પરંતુ ચિરાગ પટેલ હજાર રહ્યો ન હતો. જો કે આજે પોલીસ તપાસમાં તે તેના ઘરે મળી આવતા પોલીસ તેને લઈને ચાંદલોડિયા પોલીસ ચોકી આવી રહી હતી. ત્યારે તેના મોબાઇલ પર કોઈ મહિલાનો ફોન આવ્યો હતો. અને તેણે પોલીસ સાથે વાત કરવા માટે કહ્યું હતું.

જો કે આ સમયે પી એસ આઈ એ મહિલા સાથે વાત કરતા મહિલાએ ધમકી આપી હતી કે તમે ચિરાગને લઈ જાઓ છો, કંઈ વાંધો નહીં. હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું, તમને જોઈ લઉં છું. બાદમાં પોલીસ ચિરાગની પૂછપરછ અને તેના કોરોનાના ટેસ્ટ અંગે ની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચિરાગની બહેન, અન્ય બે મહિલા ઓ અને એક પુરુષ સાથે ચોકી પર આવી હતી.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્યો! સુરત રેલવેએ શેરડીના ઊભા પાક ઉપર ફેરવ્યું JCB, આંખ સામે નષ્ટ થતાં પાકને જોઈ ખેડૂત ચોધાર આંસુએ રડ્યો

અને પોલીસ સાથે તોછડી ભાષામાં વાતચીત કરીને તમે ચિરાગને કેમ પકડી લાવ્યા છો. એમ કહેતા પોલીસે તેઓને સમગ્ર હકીકતથી પરિચિત કર્યા હતા. જો કે છતાં પણ આ મહિલાઓ સાથે આવેલા ભાઈએ ચિરાગને કહેલું કે એ અમારે કઈ જોવાનું નથી, ચાલ ચિરાગ ઊભો થા, તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ. તેમ કહીને જોર જોરથી બોલી પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવીઆ પણ વાંચોઃ-અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ

એટલું જ નહિ આરોપી ઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ખુરશી પણ તોડી નાખી હોવાનો આરોપ પોલીસે લગાવ્યો છે. જો કે આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની જાણ કરી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છેકે પોલીસ સામાન્ય લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ લોકો પણ પોલીસ સાથે ખરાબ વર્તન કરતા હોવાની ઘટનાઓ પણ ક્યારેક ક્યારેક બનતી રહે છે.
Published by: ankit patel
First published: October 20, 2020, 1:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading