Home /News /madhya-gujarat /

અમદાવાદમાં પતિ કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પત્ની ચડી ઉંધા રવાડે, પોલીસ સામે કર્યો ખુલાસો

અમદાવાદમાં પતિ કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પત્ની ચડી ઉંધા રવાડે, પોલીસ સામે કર્યો ખુલાસો

પકડાયેલી આરોપીની તસવીર

Ahmedabad Crime News: મહિલા (woman) અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નજર ચૂકવીને ચોરી (theft) કરતી હતી. અને ત્યાર બાદ મુદ્દામાલને વેંચીને રૂપિયાની કમાણી કરતી હતી.

અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) ગોતા વિસ્તારમાં એક મહિલા બાળકોની હોસ્પિટલમાં (child hospital) મોબાઈલ ચોરી કરતી cctvમાં ઝડપાઈ ત્યારે અવીજ એક મહિલાને રામોલ પોલીસે (Ramol police caught woman) પકડી પાડ્યું છે. મહિલા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નજર ચૂકવીને ચોરી કરતી હતી અને ત્યાર બાદ મુદ્દામાલને વેંચીને રૂપિયાની કમાણી કરતી હતી. મહિલાની તપાસમાં સામે આવ્યું છે કે તેનો પતિ કોઈ કામ કરતો નહતો જેથી મજબૂરીમાં તેને આ કામ શરૂ કર્યાની કબૂલાત કરી છે. જોકે ખરેખર આજ કારણ છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

વિગતવાર વાત કરીયે તો રામોલ વિસ્તારમાંથી led tvની ચોરી થયેલ અને જે મામલે રામોલ પોલીસ સ્ટેશન માં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેને લઈ પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસ ને માહિતી મળી હતી કે એક મહિલા જે કુબેરનગરમાં રહે છે એ મહિલા નીલમ ઘમન્ડે જેને આ ચોરી કરેલી છે.

જે માહિતીના આધારે મહિલાની ધરપકડ કરી લેવા માં આવેલ અને તેની તપાસમાં સામે આવ્યું કે તેને આ ચોરી કર્યા બાદ મુદ્દામાલ અન્ય કોઈ ને આપી દીધેલ જેથી મહિલાને સાથે રાખીને મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો. મહિલા આરોપી પોલીસ ને કહે છે કે તેનો પતિ કંઈ કરતો નથી જેથી તેને આ ચોરી કરવી પડે છે.

આ પણ વાંચોઃ-સુરતમાં અનોખી ચોરીનો live video, આફ્રિકન ગ્રે પોપટની ચોરી કર્યા બાદ રાખવા માટે પાંજરૂ પણ ઉઠાવી ગયો

તપાસમાંએ પણ સામે આવ્યું છે કે મહિલા આવી રીતે નજર ચૂકવને ચોરી કરે છે અને તેને અગાઉ કેટલા ગુના કર્યા છે તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. મહત્વ નું છે કે મહિલા જે રીતે ચોરીના માર્ગે જઈ રહેલ છે તે ખરેખર ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ-સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

અન્ય એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદમાં બે બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. મિત્રતા કરી એક ટોળકીએ મળવા બોલાવતા આ યુવક ગયો અને બાદમાં શખસોએ માર મારી લૂંટી લીધો હતો.

બાદમાં ઓનલાઈન એક લાખ ટ્રાન્સફર કરાવી લીધા. જોકે પોલીસની ચપળતા થી ત્રણ લોકો ઝડપાયા અને ગે ચેટિંગ એપથી પૈસા પડાવવાનો ખેલ ખુલ્લો પડી ગયો. આમ આરોપીઓ પકડાતા હવે હનીટ્રેપ બાદ પૈસા પડાવવાની નવી ટ્રિક સામે આવી છે. ગે લોકોનો એપ્લિકેશનથી સંપર્ક કરી પૈસા પડાવાય છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર