અમદાવાદ: મફતમાં સોનાનો દોરો આપવાનું કહી મહિલાની લાજ લેવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: November 23, 2018, 11:57 AM IST
અમદાવાદ: મફતમાં સોનાનો દોરો આપવાનું કહી મહિલાની લાજ લેવાનો પ્રયાસ
પ્રતીકાત્મક તસવીર

પિતાના કૃત્યોની ફરિયાદ પુત્રને કરતાં તેણે મહિલાને જાનથી મારી નાખવાની આપી ધમકી હતી.

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ

અમદાવાદ: અમરાઇવાડીમાં મહિલા સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જ્વેલર્સ શોપમાં ખરીદી કરવા ગયેલી મહિલા સાથે અણબનાવ બન્યો છે. જ્વેલર્સ શોપના માલિકે જકડીને અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્વેલર્સ શોપના માલિકે સોનાનો દોરો મફત આપવાનું કહી ફરિયાદ ન કરવા ધમકી આપી હતી. આ અંગે અમરાઇવાડીની વહાણવટી જ્વેલર્સના બે લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું કે, "છેલ્લા 10 વર્ષથી અમરાઇવાડીમાં આવેલી શ્રી વહાણવટી જ્વેલર્સમાંથી ખરીદી કરતી હોવાથી તેના માલિક સાંકળચંદ પ્રજાપતિને ઓળખું છું. બે-ત્રણ મહિના પહેલા ગીરવે મૂકેલી પાયલનું વ્યાજ આપવા અને સોનાની ચેન ખરીદવાની હોવાથી હું તેમની દુકાને ગઈ હતી."

કપડાં ઉતારવાનો થયો પ્રયાસ

"સોનાના દોરા ઉપલા માળે હોવાનું કહી મને ઉપર લઈ ગયા જ્યાં તેમણે પાછળથી મારી છાતીનો ભાગ પકડી લીધો. સાંકળચંદે મને કહ્યું કે, તું મને ખૂબ જ ગમે છે, તું મને શરીરસુખ માણવા દે તો હું તને દોરો મફત આપી દઈશ. આવું કહી મને બાથમાં લઈ મારા ગાલ પર ચુંબન કરી, પલંગમાં સુવાડી મારા કપડાં ઉતારવાનો પ્રયાસ કરેલો. તેથી મેં ધક્કો મારી ઊભી થઈ ગઈ અને તેમને શરમ નથી આવતી એવું કહી નીચે આવી ગઈ હતી. ત્યારબાદ મેં સાંકળચંદના પુત્ર નિતીનભાઈને બાજુમાં બોલાવી હકિકત જણવાવી હતી. નિતીનભાઈએ મને ધમકાવતા કહ્યું કે, જે થયું તે ભૂલી જજે અને ફરિયાદ કરીશ તો મારી નાખીશ."
First published: November 23, 2018, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading