Home /News /madhya-gujarat /

અમદાવાદઃ પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર નજર બગાડતા, પતિના બીજા લગ્ન કરાવી whats appથી વહુને કરી જાણ

અમદાવાદઃ પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર નજર બગાડતા, પતિના બીજા લગ્ન કરાવી whats appથી વહુને કરી જાણ

મહિલાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: મહિલાના નણંદોઈએ મહિલાના પતિને મિત્રની મદદ કરવાના બહાને ઇન્દોર (indore) લઈ જઈ પરત અન્ય યુવતી સાથે આવ્યા હતા અને બાદમાં મહિલાના પતિના બીજા લગ્ન કરાવી (husband second marriage) દઈ તેને વોટ્સએપથી (whats app) જાણ કરતા તે બેભાન થઈ ગઈ હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ (domestic violence) સામે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના આક્ષેપ છે કે તેના સસરા પતિની ગેરહાજરીમાં બદ દાનત રાખતા હતા. મહિલાએ ઘર બદલી નાખ્યું તો પણ ત્યાં સસરા આવતા હતા. આટલું જ નહીં મહિલાના નણંદોઈ એ મહિલાના પતિને મિત્રની મદદ કરવાના બહાને ઇન્દોર (indore) લઈ જઈ પરત અન્ય યુવતી સાથે આવ્યા હતા અને બાદમાં મહિલાના પતિના બીજા લગ્ન કરાવી (husband second marriage) દઈ તેને વોટ્સએપથી (whats app) જાણ કરતા તે બેભાન થઈ ગઈ હતી. સમગ્ર મામલે સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા (woman police complaint against in laws) પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

શહેરના દાણીલીમડા માં રહેતી 30 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ મહિલાએ ત્રણ સંતાનને જન્મ આપ્યો છે. લગ્ન બાદ ત્રણ ચાર માસ પછી સાસરિયાઓ એ આ મહિલા ને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પિયરથી કરિયાવર માં કઈ લાવી નથી તેમ કહી સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આટલું જ નહીં મહિલાના પતિની ગેરહાજરીમાં સસરા બદ દાનત રાખતા અને પતિને આ વાત કરતા મહિલા સાથે અલગ રહેવા લાગ્યો હતો. છતાંય સસરા આ મહિલાના ઘરે આવતા હતા અને આ હરકતો શરૂ રાખી હતી. જેથી મહિલાએ સાસુને ફરિયાદ કરતા સાસુ સસરા એ ઘર બરબાદ કરવાની ધમકી પણ આપી હતી.

મહિલાનો દિયર અને અન્ય લોકો પતિ કહે તેમ જ રહેવાનું કહી તેને ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાની નણંદના લગ્ન થયા બાદ તેનો પતિ આ ભોગ બનનાર મહિલાના પતિને મળવા આવ્યો હતો અને જણાવ્યું કે તેના મિત્રની કોરોના માં હાલત ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

બાદમાં ઇન્દોર ખાતે લઈ જઈ પરત એક યુવતીને લઈને આવ્યા હતા. અને મહિલાના સાસરિયાઓ એ આ યુવતી સાથે મહિલાના પતિના બીજા લગ્ન પણ કરાવી દીધા હતા. બાદમાં ભોગ બનનાર મહિલાને વોટ્સએપથી આ લગ્નની જાણ કરતા તે બેહોશ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-પત્ની પ્રેમી સાથે હોટલના પાર્કિંગમાં કારમાં જ બાંધતી હતી સંબંધ, અચાનક પતિએ પકડી, આપી જોરદાર સજા

બાદમાં મહિલાએ ફોન પર વાત કરતા સાસરિયાઓ એ ધમકી આપી અને ઘરમાંથી બાળકો સાથે નીકળી જવાનું કહ્યું હતું. આટલું જ નહીં સાસરિયાઓ એ કહ્યું કે તેમના પુત્રએ બીજા લગ્ન કરી લીધા છે એમ કહી ઘર તારું નથી કહીને બબાલ કરી હતી.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

મહિલા આ ઝગડાનું વીડિયો રેકોર્ડિંગ કરતા તેના હાથમાંથી મોબાઈલ ફોન લઈ વીડિયો ડીલીટ કરવાનો પ્રયાસ કરાયો હતો અને રિબાઈ રિબાઈ ને મારીશું તેવી ધમકીઓ આપતા આખરે મહિલાએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે મહિલાના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestic violence

આગામી સમાચાર