અમદાવાદ : ‘બોલ આઈટમ તારો ભાવ શું છે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે’ કહી ચાર શખ્સોએ મહિલાની જાહેરમાં જ છેડતી (molestation)કરી હોવાની ઘટના મેઘાણીનગર પોલીસ સ્ટેશન (Meghaninagar Police Station)હદ વિસ્તારમાં સામે આવી છે. આ મામલે ફરિયાદ થતા મેઘાણીનગર પોલીસે ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં રહેતી અને લાલદરવાજા વિસ્તારમાં નોકરી કરતી એક મહિલાએ મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં રહેતા ચાર શખ્સોએ ગંદી ગાળો બોલી તેમજ તેના પતિને છરી ભરાવી છે હવે તારો વારો છે. અને બોલ આઈટમ તારો શું ભાવ છે કહીને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યા ફરિયાદ કરે અમારૂ કઈ થવાનું નથી કહી છેડતી કરી ધાકધમકી આપી હતી. થોડા સમય અગાઉ આ ચારેય શખ્સોએ મહિલાના પતિ સાથે ઝઘડો કરી છરી વડે માર મારી ઈજાઓ કરી હતી. જેથી મહિલાના પતિએ આ ચારેય જણાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યે મહિલા તેના માતાપિતાને મળવા ગઈ હતી અને રાત્રે પોણા દશ વાગે ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં માણસોનું ટોળુ ભેગુ થયું હતું અને તેઓ અંદરો અંદર બોલા ચાલી કરી ઝઘડો કરતા હતા. ટોળ ભેગુ થયું હોવાના કારણે મહિલાએ તેનું સ્ફુટી ઉભી રાખ્યું હતું. ત્યારે આ ચારેય શખ્સોએ મહિલાને ગંદી ગાળો બોલતા મહિલાએ તેને કહ્યુ કે મોઢું સંભાળીને મારી સાથે વાત કર. બસ આટલું કહેતા એક શખ્સએ કહ્યું કે તારા પતિને છરી પેરાવી છે હવે તારો વારો છે બોલ તારો ભાવ કેટલો છે અમારી સાથે સમાઘાન કરી લે. એવું કહેતા મહિલાએ તેને માફી સાથે સભ્યતાથી વાત કરવા કહ્યુ હતું.
આ વખતે અન્ય ત્રણ શખ્સોએ આવી બોલ આઇટમ તારો શું ભાવે છે તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કર અમારૂં કઈ થવાનું નથી તેમ કહેતા મહિલા ત્યાંથી જતી રહી હતી. આ બાબતે પરિવારને જાણ કરી ચારેય શખ્સ વિરૂદ્ધ કાયદેસર ફરિયાદ કરી છે. મહત્વનું છે કે મેઘાણી નગર પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ IPC ની 354 A, 294 b, 506 (1), 114 સહિતની કલમ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર