અમદાવાદ: ઉતરાયણના (Uttarayan) પર્વ દરમિયાન નજીવી બાબતમાં મારા મારી અને પતંગ ચગાવતા દરમિયાન છેડતીના અનેક બનાવો સામે આવે છે. જો કે આ પ્રકારના કોઈ બનાવોના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે સુધરવાનું નામ ના લઈ રહ્યા હોય. આવો જ એક બનાવ આજે શહેરના જૂના વાડજ વિસ્તારમાં જોવા મળ્યો છે. તહેવાર હોવાથી તૈયાર થઈને બહાર ગયેલ મહિલાની છેડતી (woman molestation) કરવામાં આવી છે.
જૂના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલા એ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે આજે સવાર ના સમયે ઉતરાયણ ની પર્વ હોવાથી તેઓ તૈયાર થઈને તેમની નણંદ સાથે ઉંધીયું લેવા માટે ગયા હતા.
આ દરમિયાન હનુમાન પૂરા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા કેટલાક લોકોમાંથી એક નરાધમે ફરિયાદીને કહેલ કે આજે તો જોરદાર માલ જાગે હોટલમાં લઈ જવા જેવી.. કહીને તેમની છેડતી કરી હતી.
આ પણ વાંચોઃ-
જેથી ફરિયાદી તેને તું કોને કહે છે તેમ કહીને એક લાફો મારવા ગયા તો તેમનો નખ આરોપીને વાગ્યો હતો. જેથી બંને વચ્ચે બોલા ચાલી પણ થઈ હતી. અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
એવામાં આરોપીના પિતા અને ફરિયાદીના પતિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને વચ્ચે મારા મારી થતા ફરિયાદીએ નીચે પડેલ ઈંટ તેમને મારી હતી.જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.