Home /News /madhya-gujarat /

અમદાવાદઃ વહેલી સવારે શખ્સ ઘુસી ગયો મહિલાના ઘરમાં, ધાબે જઇ પુત્રી સાથે સુઈ ગયો ને પછી શરીર પર....

અમદાવાદઃ વહેલી સવારે શખ્સ ઘુસી ગયો મહિલાના ઘરમાં, ધાબે જઇ પુત્રી સાથે સુઈ ગયો ને પછી શરીર પર....

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: મહિલાએ બૂમાબૂમ કરતાં આ આરોપી ઘરના ધાબા ઉપર જઈ મહિલાની 14 વર્ષની દીકરી કે જે ખાટલામાં સૂતી હતી તે ખાટલામાં આ સગીરા ભેગો સુઇ જઈ તેના શરીર ઉપર હાથ ફેરવી અડપલા કર્યા હતા.

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ (woman) ધર્મેશ નામના યુવક સામે ફરિયાદ (complaint) નોંધાવી છે. આ યુવકે મહિલાના ઘરમાં આવી મહિલાને ચાકુ બતાવી આબરૂ લેવાના ઇરાદે પકડવાની (woman molestation) કોશિશ કરી હતી. જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં આ આરોપી ઘરના ધાબા ઉપર જઈ મહિલાની 14 વર્ષની દીકરી કે જે ખાટલામાં સૂતી હતી તે ખાટલામાં આ સગીરા ભેગો સુઇ જઈ તેના શરીર ઉપર હાથ ફેરવી અડપલા કર્યા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાને સંતાનમાં એક દીકરી તથા એક દીકરો છે  આ મહિલાનો પતિ જીઆઈડીસી મા નોકરી કરે છે. ગઈકાલે રાત્રે દસ વાગે મહિલા તથા તેનો પતિ અને બાળકો મકાનના ધાબા ઉપર જ સુતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે જાગીને આ મહિલા પોતાના ઘરમાં કચરા પોતુ કરીને રસોડામાં કામ કરતી હતી.

તે વખતે ત્યાં જ રહેતો ધર્મેશ ઘરનો દરવાજો ખોલીને હાથમાં ચાકુ બતાવીને મહિલા પાસે આબરૂ લેવાના ઇરાદે આવ્યો હતો. મહિલાને આરોપી પકડવા જતા તેણે જોરથી બૂમો પાડતાં આરોપી ધર્મેશ આ મહિલાના ઘરની સીડી મારફતે ધાબા ઉપર જતો રહ્યો હતો.

ધાબા ઉપર મહિલાની 14 વર્ષની દીકરી ખાટલામાં સૂતી હતી. તે ખાટલા માં જઈને દીકરી ભેગો સુઈ ગયો હતો અને આરોપી ધર્મેશ સગીરાના શરીર ઉપર હાથ ફેરવી અડપલા કરતા સગીરાએ બુમાબુમ કરી હતી. ત્યારે મહિલાનો પતિ પણ જાગી ગયો હતો અને આરોપીને પકડવા જતા આરોપીએ ચપ્પુ બતાવી મહિલાના પતિને ડરાવ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

બાદમાં ધાબાની પાળી કૂદીને બીજા ધાબા ઉપર જઈ ત્યાંથી પોતાના ઘરે જતો રહ્યો હતો. આસપાસના માણસો ભેગા થઇ જતાં આરોપી પોતાના ઘરના બાથરૂમમાં દરવાજો બંધ કરી છુપાઈ ગયો હતો. આરોપીને તેની માતાએ બહાર કાઢ્યો તો ચપ્પુ લઈ મહિલાના પતિ ઉપર હુમલો કરવા ગયો હતો.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

જેના કારણે મહિલાના પતિને સામાન્ય ઈજા થઈ હતી અને મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. બાદમાં પોલીસને ફોન કરતા અમરાઈવાડી પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને આરોપીને પકડી તેની સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabd News, Crime news, Gujarati news

આગામી સમાચાર