Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'વાસણ ધોવાનું લિક્વિડ લેવું છે?' ભાવપત્રક હાથમાં લેતા જ મહિલા બેભાન, હોશ આવ્યો ત્યારે સોનાની બંગડી હતી ગાયબ

અમદાવાદ : 'વાસણ ધોવાનું લિક્વિડ લેવું છે?' ભાવપત્રક હાથમાં લેતા જ મહિલા બેભાન, હોશ આવ્યો ત્યારે સોનાની બંગડી હતી ગાયબ

પ્રતિકાત્મક તસવીર

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, જુદી જુદી વસ્તુઓ વેચવા આવતા ફેરિયા, સેલ્સમેનને ઘરમાં પ્રવેશ આપતા પહેલાં ચેતજો, જાણો મણિનગરની મહિલાની સોનાની બંગડીઓ કેવી રીતે ચોરાઈ

અમદાવાદ : 'ગુજરાતી માં કહેવત છે કે ધરમ કરતા ધાડ પડવી, દયા ડાકણ ને ખાય' ક્યારેક કોઈ ને પર દયા દાખવવી પણ ભારે પાડતી હોય છે. આવો એક બનાવ શહેર ના મણિનગર (Manigar Ara Ahmedabad) વિસ્તાર માં જોવા મળ્યો છે. બે ગઠીયા ઓને પાણી પીવડાવવા જતા મહિલા એ સોનાની બંગડી ગુમાવવાનો વખત આવ્યો છે. આ કિસ્સો અમદાવાદ અને રાજ્યની એ તમામ મહિલાઓ માટે ચેતવણીરૂપ છે જે સોસાયટીમાં ચીજ વસ્તુઓ વેચવા આવતા સેલ્સમેન અને ફેરિયાઓ સાથે રોજબરોજનો વ્યવહાર કરે છે.

બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના  મણિનગર વિસ્તારમાં રહેતા ઉર્વશી બેન દવે એ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના પતિ અને દીકરો દીકરી સવારનાં સમયે તેમના નોકરી અને કામ થી બહાર જતા રહે છે. અને પોતે ઘરે એકલા હોય છે. આજે સવારે તેઓ ઘરે હાજર હતા ત્યારે કોઈ એ દરવાજો ખખડાવ્યો હતો. તેમણે બહાર જઈ ને જોયું તો દરવાજા પાસે એક વ્યક્તિ ઊભો હતો. જેણે ફરિયાદીને વાસણ ધોવાનું લિક્વિડ લેવા માટે જણાવ્યું હતું.

આ પણ વાંચ્યું : અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

જોકે, ફરિયાદીને જરૂર ના હોવાથી તેમણે ના પડી હતી. એવા માં આ ઈસમ એ ફરિયાદી ને પાણી પીવડાવવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદી મહિલા દરવાજો ખોલી રસોડા માં પાણી લેવા માટે ગયા હતા. ત્યાં આ ઈસમ અને તેની સાથે એક વ્યક્તિ મહિલાના ઘર ઘુસી આવ્યા હતા. અને એક કાર્ડ આપીને મહિલા ને વાંચવા માટે કહ્યું હતું. મહિલા એ આ કાર્ડ હાથમાં પકડતા જ ભાન ઘુમાવી દીધું હતું. જો કે 20 મિનિટ બાદ ભાન આવતા તેમને જોયું તો હાથમાં પહેરેલ સોનાની બંગડી ગાયબ હતી.

આ પણ વાંચ્યું : અમદાવાદ : 'મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે,' 5 વર્ષથી પજવણી કરતા રોમિયો સામે ફરિયાદ

બાદ માં મહિલા એ ઘર ની બહાર આવીને જોયું તો બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે અંગે ની જાણ તેમને તેના પાડોશી અને પરિવારજનો ને કરતા તેઓ પણ તાત્કાલિક ભેગા થઈ ગયા અને ઘટના ની જાણ પોલીસ ને કરી હતી. પોલીસ એ હાલ માં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Crime news, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ, ઠગાઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन