Online Shopping Fraud : અમદાવાદની યુવતીએ રૂ.199માં કપડા ખરીદવા જતા 35 હજાર રૂપિયા ગુમાવ્યા


Updated: July 12, 2020, 9:35 AM IST
Online Shopping Fraud : અમદાવાદની યુવતીએ રૂ.199માં કપડા ખરીદવા જતા 35 હજાર રૂપિયા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

ઓર્ડર મુજબ સ્ટોક ન હોવાનું કહી ગઠિયાઓએ તેના ડેબિટ કાર્ડની વિગતો માંગી 34,907 રૂપિયા ઉપાડી લીધા હતા.

  • Share this:
અમદાવાદ : ઓનલાઈન શોપિંગનો (Online Shopping) ક્રેઝ ભલે વધ્યો હોય પણ તેનો ફાયદો હવે ગઠિયાઓ (fraud) વધારે ઉપાડી રહ્યા છે. ઓનલાઈન શોપિંગ કરતી વખતે લોકો બેધ્યાન થઈને તમામ બેંકની વિગતો આપી દેતા ઠગાઈના કિસ્સા સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે. એક યુવતી એક વેબસાઈટ પરથી સસ્તા કપડા ખરીદવાના લોભમાં પડી હતી. ત્યાં ઓર્ડર મુજબ સ્ટોક ન હોવાનું કહી ગઠિયાઓએ તેના ડેબિટ કાર્ડની વિગતો માંગી 34,907 રૂપિયા ઉપાડી લીધા હતા.

મૂળ ખેડાની અને હાલ શાહીબાગમાં રહેતી રિચા અમીન નામની યુવતી ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ઘરે બેઠા બિઝનેસ કરે છે. તેનો પતિ રેડિમેડ કપડાની દૂકાન ધરાવે છે. રિચાબહેને તાજેતરમાં એથેનિકમેનિયા નામની વેબસાઈટ પર 199માં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મુજબ ડિલિવરી ન મળતા તેઓએ ફેસબુક પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. ફોન પર જણાવવામાં આવ્યું કે, આ ઓર્ડર મુજબનો સ્ટોક ન હોવાથી એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી પેમેન્ટ પરત આપશે.

આ પણ વાંચો - રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી, જાણી લો મેઘરાજા કયા વિસ્તારોને ઘમરોળશે?

જેથી રિચા બહેને આ એપ ડાઉનલોડ કરી હતી. તેમાં ઓર્ડર પેમેન્ટ રીફન્ડ મેળવવા માટે પ્રોસેસ કર્યા બાદ તેઓએ ડેબિટકાર્ડની વિગતો ભરતા જ ગઠિયાઓએ તેમના એકાઉન્ટમાંથી 34, 907 રૂપિયા ચાઉં કરી લીધા હતા.

આ પણ જુઓ - 
સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા હવે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત
Published by: Kaushal Pancholi
First published: July 12, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading