Home /News /madhya-gujarat /અમદાવાદ : યુવતીએ ફરિયાદમાં જણાવી આપવીતી, 'સાહેબ મારો પતિ ગંદી ફિલ્મો જેવું વર્તન કરે છે, પટ્ટા મારી...'

અમદાવાદ : યુવતીએ ફરિયાદમાં જણાવી આપવીતી, 'સાહેબ મારો પતિ ગંદી ફિલ્મો જેવું વર્તન કરે છે, પટ્ટા મારી...'

તાંત્રિકે મહિલાની ઇજ્જત પર હાથ નાંખ્યો હતો. (ફાઇલ ફોટો)

Ahmedabad News : પરિણીત મહિલાએ દરિયાપુર પોલીસ સ્ટેશન (dariyapur police station) માં પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, યુવતીનો પતિ તેને બે લાખ રૂપિયા નહિ લાવે તો એસિડ છાંટીને મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો, આ સિવાય વ્હેમ આશંકા રાખી માર મારતો.

વધુ જુઓ ...
Ahmedabad News : શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી (dariyapur police station) છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, 'તેના સાસરિયાઓ બે લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવા દબાણ કરતા હતા. એટલું જ નહીં જ્યારે જ્યારે તેનો પતિ શારીરિક સંબંધો બાંધે ત્યારે એને પટ્ટા વડે સાથળ પર અને ગુપ્ત ભાગે માર મારતો હતો. જ્યારે યુવતી પિયર જાય ત્યારે લીંબુની લારી ધરાવનાર યુવક સાથે તેને આડા સંબંધ છે તેમ કહી તેની પર શંકા રાખતો હતો.'

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કહ્યું, 'લીંબુની લારી ધરાવનાર યુવકના ફોન પરથી યુવતીનો પતિ તેણીને મેસેજ કરાવી ફોન ચેક કરી અને તેને તેની સાથે સંબંધ છે તેમ કહી ત્રાસ આપતો હતો. આટલું જ નહીં બહાર આટો મારવા લઈ જવાનું કહીને જ્યાં કોઈ વ્યક્તિ ન આવતી હોય તેવી જગ્યાએ લઈ જઈ તેને ત્યાં પણ પતિ માર મારતો હોવાથી આખરે કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના વેજલપુરમાં રહેતી 36 વર્ષીય મહિલા તેના મોટા ભાઈના ઘરે દશેક દિવસથી રહે છે. તેના લગ્ન વર્ષ 2005માં દરિયાપુર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. હાલ આ મહિલાને ત્રણ બાળકો પણ છે. પતિ સાથે મનદુઃખ ચાલતું હોવાથી હાલ આ મહિલા તેના પિયર ખાતે રહે છે. ફરિયાદ અનુસાર, 'લગ્નના થોડા સમય સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી, પરંતુ જ્યારે પિયરમાં આ મહિલાને ફોન કરવો હોય ત્યારે તેનો પતિ ફોન લગાવીને સ્પીકર પર વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહીં આ મહિલાનો પતિ ખોટી શંકાઓ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જે બાબતની જાણ યુવતીએ સાસુ તથા સસરા ને કરતા તે લોકોએ યુવતીના પતિને કઈ કીધું નહોતું અને તારામાં જ કંઇક ખામી હશે તેમ કહી તેનો વાંક કાઢ્યો હતો.'

'સાસરીયાઓએ યુવતીને પિયરમાંથી બે લાખ રૂપિયા જેટલી મોટી રકમ લઈ આવવાનું કહ્યું હતું. યુવતીએ પૈસા ન લાવવા રહેતા તેના પતિએ તેને રૂમમાં બંધ કરી ગાળો બોલી પટ્ટાથી માર મારી હતી. પતિ અવારનવાર બહાર આંટો મારવા નું કહીને ઘરેથી નીકળી જ્યાં કોઈ માણસોની અવરજવર ના હોય તેવી જગ્યાઓએ લઈ જઈ ઝઘડો કરી ત્યાં તેને માર મારતો હતો અને જ્યારે જ્યારે શારીરિક સંબંધ બાંધે ત્યારે સાથળ પર પટ્ટા વડે તેમ જ ગુપ્ત ભાગે પટ્ટા વડે માર મારીને સંબંધ બાંધતો હતો.'

આ પણ વાંચોદાહોદમાં દર્દનાક ઘટના : સાવકી સાસુના ત્રાસથી પરિણીતાએ બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું

યુવતીનો પતિ તેને બે લાખ રૂપિયા નહિ લાવે તો એસિડ છાંટીને મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. યુવતીને તેનો પતિ કહેતો કે, આ બાળકો મારા નથી તારે બીજા કોઈ સાથે આડા સંબંધ છે જેથી બાળકોના dna ટેસ્ટ કરાવવા છે તેમ કહી ત્રાસ આપતો હતો. જ્યારે યુવતી તેના પિયરમાં જાય અને તેના ભાઈના ઘર પાસે એક વ્યક્તિ લીંબુની લારી લઈને ઊભો રહેતો ત્યાં આ યુવતી લીંબુ લેવા જાય તો તેને તેની સાથે આડા સંબંધ છે, તેવી શંકાઓ રાખી લીંબુની લારી ચલાવનારના ફોનમાંથી યુવતીના ફોનમાં જેવા તેવા મેસેજ પતિ કરતો હતો અને બાદમાં મોબાઈલ ચેક કરી તે લારીવાળાએ તને કેમ આ મેસેજ કર્યા છે, તેની સાથે આડા સંબંધ છે, તેવી શંકા રાખી તેને ત્રાસ આપતો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સાસરા પક્ષના પાંચ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad news, Ahmedabad police, Dariapur, Husband wife fight, Latest Ahmedabad Crime news, Mental harassment

विज्ञापन