અમદાવાદ : સસરાએ રસોડામાં પુત્રવધૂને બાથમાં ભરી લીધી, સ્પર્શ કરી કહ્યું-એકવાર તારી સાથે સુઈ જવા દે

અમદાવાદ : સસરાએ રસોડામાં પુત્રવધૂને બાથમાં ભરી લીધી, સ્પર્શ કરી કહ્યું-એકવાર તારી સાથે સુઈ જવા દે
સસરાથી ત્રાસીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

શરીરના અલગ અલગ અંગ ઉપર સ્પર્શ કરી સસરાએ પુત્રવધૂની છેડતી કરી

  • Share this:
અમદાવાદ : શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધુએ તેના જ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ પુત્રવધૂએ આક્ષેપ કર્યોછે કે તે રસોડામાં કામ કરતી હતી તે દરમિયાન તેના પરિવારજનો સુતા હતા અને તેના સસરા રસોડામાં આવી ગયા હતા અને બાદમાં મહિલા ને બાહોપાશ માં જકડી લીધી હતી. સસરાએ પુત્રવધૂને સ્પર્શ કર્યો હતો અને શરીરના અલગ અલગ અંગ ઉપર સ્પર્શ કરી સસરાએ છેડતી કરી હતી અને બાદમાં કહ્યું કે આજે મને મોકો મળ્યો છે એક વાર તારી સાથે સુઈ જવા દે. જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને આખરે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે સસરા વિરૂદ્ધ પુત્રવધૂની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના બાપુનગરમાં 34 વર્ષીય પરિણીતા તેના સાસરિયાઓ સાથે રહે છે. તેનો પતિ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. એક દિવસ સવારે સાતેક વાગ્યાના સુમારે મહિલાનો પતિ નોકરી પર ગયો હતો અને તેની સાસુ ઉપરના રૂમમાં સૂતી હતી અને આ મહિલા રસોડામાં ઘરનું કામ કરતી હતી. તે દરમિયાન તેના સસરા રસોડામાં આવ્યા હતા. બાદમાં સસરાએ આ મહિલાને પાછળથી બાથમાં જકડી લીધી હતી અને પાછળથી મહિલાની છાતીમાં હાથ નાખી સ્પર્શ કર્યો હતો આટલું જ નહીં સસરાએ પુત્રવધૂની સાડી ખેંચવાનો પ્રયત્ન કરતાં મહિલાએ સસરાને તેને છોડી દેવાનું કહ્યું હતું.આ પણ વાંચો - અમદાવાદ : ઓનલાઈન ક્લાસમાં બીભત્સ ચેનચાળા કર્યા, વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા

સસરાએ પુત્રવધૂને જણાવ્યું કે બહુ દિવસે આજે મને મોકો મળ્યો છે મને એકવાર તારી સાથે સુઈ જવા દે અને જો તું મારું કીધું નહીં કરે તો તને બદનામ કરી નાખીશ અને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી આ મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો 15 વર્ષીય દીકરો જાગી જતા મહિલાના સસરા ત્યાંથી બહાર જતા રહ્યા હતા.

જેથી મહિલાએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે સસરાથી ત્રાસીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સસરાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:April 12, 2021, 22:50 pm