શાળા સંચાલકે મહિલા શિક્ષિકાને જબરજસ્તી ચુંબન કરી ગાલ ઉપર બચકા ભરી લીધા


Updated: July 6, 2020, 5:17 PM IST
શાળા સંચાલકે મહિલા શિક્ષિકાને જબરજસ્તી ચુંબન કરી ગાલ ઉપર બચકા ભરી લીધા
શાળા સંચાલકે મહિલા શિક્ષિકાને જબરજસ્તી ચુંબન કરી ગાલ ઉપર બચકા ભરી લીધા

ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના શાળા સંચાલક સામે ફરિયાદ કરી છે અને જેમાં છેડતીનો આરોપ લાગ્યો છે. મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે મહિલા શિક્ષિકાએ ફરિયાદ આપી હતી કે તે અમરાઈવાડી વિસ્તારમાં ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને તેમના શાળા સંચાલક તેમને લવશીપ કરવા દબાણ કરી રહ્યાં હતાં. સાથે સાથે ફોન પર વોટ્સએપ કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહ્યાં હતા. જેના કારણે તે હેરાન પરેશાન કરી રહ્યાં છે.

આ પણ વાંચો - વરસાદે દ્વારકામાં 87 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હજુ આગામી બે દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે

ગત 5 જુલાઈના રોજ રાત્રીના આઠ વાગ્યે આરોપી શાળા સંચાલક તેમના ઘરે જઈ કહેવા લાગેલ કે તારો મોબાઈલ ચેક કરવો છે. તું કોની-કોની સાથે વાત કરે છે. મહિલાએ ફોન ચેક કરવાની ના પાડતા આરોપીએ લાત અને ધક્કો મારી સોફા ઉપર પછાડી હતી અને તેને ચુંબન કર્યું હતું. આ પછી મહિલાના ગાલ ઉપર બચકા ભરી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ મહિલાએ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને મહિલાના ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે. રામોલના પીઆઈ એસ.કે દવેએ કહ્યું હતું કે આ મામલે અમે ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી છે અને આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 6, 2020, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading