અમદાવાદ : સોશિયલ મીડિયા પરથી યુવતીએ શોધ્યો મૂરતિયો, પછી મહિલાને જાણ થઈ કે પતિ ડિવોર્સી અને માનસિક બીમાર છે

અમદાવાદ : સોશિયલ મીડિયા પરથી યુવતીએ શોધ્યો મૂરતિયો, પછી મહિલાને જાણ થઈ કે પતિ ડિવોર્સી અને માનસિક બીમાર છે
પ્રતિકાત્મક તસવીર

લગ્નના થોડાક જ દિવસમાં પતિ પત્નીને ઘરમાં પડેલી દરેક વસ્તુ છૂટી મારતો હતો

  • Share this:
અમદાવાદ : શહેરની એક નામચીન કંપનીમાં કામ કરતી યુવતીને ફેસબુકમાં મિત્ર બનેલા યુવક સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. પણ લગ્ન પછી જે થયું એનાથી યુવતીની સ્થિતિ કફોડી બની ગઈ છે. લગ્નના થોડાક જ દિવસમાં પતિ પત્નીને ઘરમાં પડેલી દરેક વસ્તુ છૂટી મારતો હતો. વહુને બચાવવા સાસુ-સસરા વચ્ચે પડ્યાં તો સગા દીકરાએ તેમને પણ માર્યા હતા. આખરે પતિને મનોચિકિત્સક પાસે લઈ ગયા તો ડોકટરે તેઓને ખૂબ મોડું કરી દીધું હોવાનું જણાવ્યું હતું. મહિલાને ડોક્ટરે જણાવ્યું કે તેમના પતિના પહેલાં પણ લગ્ન થઈ ગયા છે. આ બધા વચ્ચે પત્નીની જાણ બહાર પતિ દેશ છોડીને જતો રહ્યો હોવાથી મહિલાએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરે છે. મહિલા વર્ષ 2019માં સોશિયલ મીડિયા મારફતે એક એન.આર.આઈ યુવકના સંપર્કમાં આવી હતી. રોજ સોશિયલ મીડિયા પર ચેટ અને વીડિયો દ્વારા વાત થતી હતી. યુવક યૂકેમાં સારી જગ્યાએ છે તેવી વાત કરતો હતો. મહિલા પણ પોતાના ભવિષ્યને સેટલ કરવા યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ લગ્ન કરવા માટે પોતાના પરિવારને વાત કરી હતી. લગ્ન નક્કી થતાં યુવક ભારત આવ્યો હતો. યુવક અને મહિલાએ વર્ષ 2020માં લગ્ન કર્યા પણ લગ્નના બીજા દિવસે જ યુવકે પત્નીને અપશબ્દો બોલીને અપમાનિત કરી હતી.



આ પણ વાંચો - બનાસકાંઠા : પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 500 લોકોની ભીડ એકઠી થઈ

લગ્ન બાદ જે વસ્તુ હાથમાં આવે એ છુટ્ટી મારતો અને એવું રોજ થતું હતું. ત્યારે એક દિવસ યુવકે પત્નીને તેના હાથમાં જે આવતું એ મારવા લાગ્યો હતો. મહિલાને બચાવવા યુવકના માતા-પિતા વચ્ચે પડ્યાં તો યુવક તેમને પણ મારવા લાગ્યો હતો. આ બધું વધારે થવા લાગતાં મહિલાએ તેના પિતાને બોલાવ્યા હતા. ત્યાર બાદ પતિ પત્ની બન્ને મહિલાના પિતાના ઘરે ગયાં હતાં. ત્યાંથી તેઓ પાલડી વિસ્તારમાં આવેલા મનોચિકિત્સક પાસે ગયાં હતાં. જ્યાં યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેણે પહેલાં પણ લગ્ન કર્યા હતા. જ્યાં તે પત્નીને માર મારતો હતો, જેથી છૂટાછેડા થઈ ગયા હતા.

એટલું જ નહીં પણ મનોચિકિત્સકે મહિલાને કહ્યું કે યુવકને અહીં લાવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. હવે દવા આપી છે, જ્યાં સુધી એની અસર રહેશે ત્યાં સુધી સારું રહેશે. આ બધાની વચ્ચે યુવક મહિલાને કઈ પણ કીધા વગર ગાયબ થઈ ગયો હતો. મહિલાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે પતિ દેશ છોડીને જતો રહ્યો છે. જ્યારે યુવકના માતા-પિતા પણ પોતાના ઘરે ન હતાં. આ અંગેની જાણ થતાં મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:April 09, 2021, 18:47 pm

ટૉપ ન્યૂઝ