Home /News /madhya-gujarat /

અમદાવાદઃ વિદેશમાં રહેતી યુવતી સાથે અંગત ફોટો અને વીડિયો વાયરલ કરનાર ઝડપાયો

અમદાવાદઃ વિદેશમાં રહેતી યુવતી સાથે અંગત ફોટો અને વીડિયો વાયરલ કરનાર ઝડપાયો

પકડાયેલો આરોપી

Ahmedabad Crime News: ફરિયાદીના કહેવા પ્રમાણે આરોપી તેની પુત્રીના આરોપીએ સાથેના અંગત ફોટો (private photos) અને વીડિયો વાયરલ (viral video) કરવાની ધમકી આરોપી આપી રહયો હતો અને ફરિયાદીના ભત્રીજીને મોકલી પણ આપેલી.

અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad cyber crime branch) એક આરોપીની ધરપકડ કરી છે. આ વખતે પણ ફરી આરોપીએ એક યુવતીને બદનામ કરવા માટે તમામ હદો પાર કરી નાખી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે આરોપી તેની પુત્રીના આરોપીએ સાથેના અંગત ફોટો (private photos) અને વીડિયો વાયરલ (viral video) કરવાની ધમકી આરોપી આપી રહયો હતો અને ફરિયાદીના ભત્રીજીને મોકલી પણ આપેલી. ફરિયાદીની ભત્રીજીને કહેલું કે આ ફોટો અને વીડિયો તે અન્ય લોકોને પણ મોકલી દેશે નહીં તો તેને અનબ્લોક કરવામાં આવે.

મળતી માહિતી પ્રમાણે આરોપી અને ભોગ બનનાર 2021ના જાન્યુઆરી મહિનામાં સંપર્કમાં આવ્યા હતા અને પેહલા બન્ને સોશિયલ મીડિયા મારફતે ચેટિંગ શરૂ કરેલી ત્યાર બાદ મુલાકાત કર્યા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પતિએ ઉતારી પત્નીને મોતને ઘાટ, જેના નામનું સિંદૂર માથામા લગાડતી તેજ ભરથારે પત્નીને રહેંસી નાખી

બન્ને પોતાની મરજીથી અમુક સમય અંગત પળો પણ માણી હતી. જેના ફોટો અને વીડિયો આરોપીએ પોતાના મોબાઈલમાં મૂકી રાખ્યા હતા. યુવતી થોડા સમય પહેલા અભ્યાસ કરવા માટે વિદેશ ગઈ અને ત્યાં આરોપી સાથે કોઈ વાતને લઈ માથાકુટ થયા બાદ યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રસ્તે જનારને ભાઈ બનાવવું મહિલાને ભારે પડ્યું, મહિલાને ફૂંક મારી સિક્કો અને ફૂલ આપ્યા.. પછી?

જેનો બદલો લેવા અને તેને અનબ્લોક કરવા દબાણ કરી રહ્યો હતો. યુવતીએ કોઈ રિસ્પોન્સના આપતા તેને પેહલા સોશિયલ મીડિયામાં તે ફોટો વાયરલ કરેલા અને ત્યાર બાદ યુવતીના પિતરાઈ બહેનને તે ફોટો મોકલી અન્ય લોકોને મોકલવાનાની ધમકી હતી.

જેને લઈ યુવતીના પિતાએ ફરિયાદ કરી અને પોલીસે આરોપી પાર્થ ચાંપાનેરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. પોલીસનું કેહવું છે કે આરોપી સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેના મોબાઈલ પણ કબ્જે કરી આગળની તપાસ ચાલુ છે અને તેને આ સિવાય કોઈને આ વીડિયો અથવા ફોટો મોકલેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર