Home /News /madhya-gujarat /અમદાવાદઃ સિવિલમાંથી 13 દિવસના બાળકને લઇ મહિલા ફરાર

અમદાવાદઃ સિવિલમાંથી 13 દિવસના બાળકને લઇ મહિલા ફરાર

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં 13 દિવસના બાળકને વજન કરવાના બહાના હેઠળ મહિલાએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં 13 દિવસના બાળકને વજન કરવાના બહાના હેઠળ મહિલાએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે

    ગુજરાતમાં નાના બાળકોના અપહણના કિસ્સાઓ બનતા રહે છે. ચોકલેટ કે અન્ય વસ્તુઓની લાલચ આપીને બાળકોના અપહરણ થતા કિસ્સાઓ છાસવારે બને છે. પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં 13 દિવસના બાળકને વજન કરવાના બહાના હેઠળ મહિલાએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. દંપતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણ કર્તા મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ફરાર મહિલાને પકડાવની તજવીજ હાથધરી છે.

    ડિલિવરીનો ખર્ચ સરકાર આપશે એવી આપી હતી લાલચ

    મળતી માહિતી પ્રમાણે પાલનપુરના ગર્ભવતી પત્ની સાથે દંપતીને એક મહિલા લલચાવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇને આવી હતી. મહિલાએ આ દંપતીને એવી લાલચ આપી હતી કે, ડિલિવરીના ખર્ચ પેટે સરકાર તરફથી રૂ.12,000 આપવામાં આવશે. આ લાલચમાં ભોળવાઇને દંપતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ આપ્યા હતા જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

    વનજ કરવાના બહાને મહિલા બાળકને લઇ ફરાર

    આ મહિલાએ વજન કરાવવાનું કહીને માતા પાસેથી તેના 13 દિવસના બાળકને લઇ ગઇ હતી. ગણો સમય પસાર થતાં આ મહિલા પોતાના બાળક સાથે પરત ન ફરતા માતાને બાળકનું અપહરણ થયું હોવાનું માલુમ પડ્યું હતું. આમ અપહરણકર્તા મહિલા સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દંપતીની ફરિયાદના આધારે પોલીસે મહિલા સામે અપહરણની ફરિયાદ નોંધીને તેને પકડવાની તજવીજ હાથધરી છે.



    અપહરણકર્તા મહિલાના સીસીટીવી આવ્યા સામે

    13 દિવસના બાળકને માતા પાસેથી લઇને ફરાર થતી મહિલા સિવિલ હોસ્પિટલ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી ઝડપાઇ ગઇ છે. સીસીટીવમાં દેખાય છે તેમ મહિલા બાળકને લઇે રીક્ષામાં બેસીને ફરાર થઇ ગઇ હતી

    શું ગર્ભવતી મહિલાના બાળક ઉપર મહિલાની પહેલાથી જ હતી મેલી નજર?

    ઉલ્લેખનીય છે કે, અપહરણકર્તા મહિલા પહેલાથી જ ગર્ભવતી પત્નીના બાળકનું અપહરણ કરવાનું મનમાં વિચારી લીધું હોય તેમ આ સમગ્ર ઘટના પરથી માલુમ પડે છે. પહેલા ગર્ભવતી પત્નીને લલચાવીને અમદાવાદ લાવી અને અહીં ડિલિવરી થયા બાદ બાળક થોડું મોટું થયું અને મહિલા બાળખને લઇને ફરાર થઇ ગઇ આ ઘટના ક્રમથી મહિલાએ ગર્ભવતી મહિલાના બાળક ઉપર પહેલાથી જ મેલી નજર હતી એવું માનવામાં આવી રહ્યું છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Woman, અમદાવાદ સિવિલ હોસ્પિટલ

    विज्ञापन
    विज्ञापन