અમદાવાદ : મહિલા પત્રકાર પર ડૉક્ટરે કર્યો બળાત્કાર, સારવારના બહાને હોટલમાં બોલાવી કર્યું કૃત્ય

અમદાવાદ : મહિલા પત્રકાર પર ડૉક્ટરે કર્યો બળાત્કાર, સારવારના બહાને હોટલમાં બોલાવી કર્યું કૃત્ય
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ આરોપ મૂક્યો કે આરોપીએ સારવાર માટે અન્ય ડૉક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડાની હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં ફ્રીલાન્સ મહિલા પત્રકારે એક ડૉક્ટર સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાને સારવાર માટે બોલાવી બળાત્કાર કર્યા હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદની મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બળાત્કારની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી ડૉક્ટર કનુ પટેલની ધરપકડ કરી છે. મહિલાએ આરોપ મૂક્યો કે આરોપીએ સારવાર માટે અન્ય ડૉક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડાની હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલાના કહેવા પ્રમાણે ઘટના જૂન મહિનામાં બની છે.આ પણ વાંચો - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેરા મેડીકલના વિદ્યાર્થીઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર, કહ્યું- ડિગ્રી જોઈએ છે મોત નહીં

મળતી માહિતી પ્રમાણે મહિલા અને ડૉક્ટરની સોશ્યિલ મીડિયા મારફતે મુલાકાત થઈ હતી .ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મહિલા છેલ્લા ઘણા સમયથી એકલતા જીવન ગુજારે છે. મહિલાને છેલ્લા 20 વર્ષથી બીમારી હતી અને જેમાં ખર્ચો વધુ આવતો હતો. મહિલાના કહેવા પ્રમાણે ઓર્થોપેડિક ડૉક્ટર કનુ પટેલે તેના ડૉક્ટર મિત્ર સાથે મુલાકાત કરાવી સારવાર કરાવી આપવાની વાત કરી હોટલમાં બોલાવી બળાત્કાર કર્યો હતો.

જોકે બીજી બાજુ આરોપી ડૉક્ટર પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે. હાલ તો પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે અને મહિલાનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. એક તરફ મહિલાના આરોપ છે કો બીજી બાજુ આરોપી પોતાનો બચાવ કરી રહ્યો છે. સાચી હકીકત તો તપાસ બાદ બહાર આવશે.
Published by:Ashish Goyal
First published:July 15, 2020, 16:12 pm

टॉप स्टोरीज