Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 'ચલ ફૂટ, તું હલકી છે, પૈસા ભેગા કરવા ઉભી છે', કારમાં બેઠેલી મહિલાએ મહિલા પોલીસને ધક્કો માર્યો

અમદાવાદઃ 'ચલ ફૂટ, તું હલકી છે, પૈસા ભેગા કરવા ઉભી છે', કારમાં બેઠેલી મહિલાએ મહિલા પોલીસને ધક્કો માર્યો

પ્રતિકાત્મક તસવીર

કારમાં બેઠેલી મહિલાએ પોલીસને 'માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ'. તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી મહિલા પોલીસને ધક્કો પણ માર્યો હતો.

અમદાવાદ: શહેરમાં માસ્કને (mask) લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આંતરે દિવસે પોલીસ સાથે ઘર્ષણના (Conflict with police) બનાવો સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. જેમાં કારમાં બેઠેલી એક મહિલાએ પોલીસ સાથે ઘર્ષણ કરી અપમાનજનક શબ્દો બોલ્યા હતા. કારમાં બેઠેલી મહિલાએ પોલીસને 'માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ'. તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી મહિલા પોલીસને ધક્કો પણ માર્યો હતો.

અને બાદમાં "ચલ ફૂટ" જેવા અપમાનજનક શબ્દો બોલી મહિલા પોલીસને (lady police) 'તું હલકી છે પૈસા ભેગા કરવા ઉભી છે ચાલતી થા હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય તે કરી લે આવું કહેતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં (Satellite police station) ફરજ બજાવતા પી.એસ.આઇ એ આર બાથમ અને તેમની ટીમ સેટેલાઈટ વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરવા માટે સક્રિય હતા. ત્યારે ઇશરો તરફથી એક ગાડી આવી રહી હતી.

આ પણ વાંચોઃ-

તેમાં બેઠેલ વ્યક્તિ એ યોગ્ય રીતે માસ્ક પહેર્યું  ન હતું. જેથી પોલીસે આ કાર રોકી હતી. કારમાં ડ્રાઇવર સીટની ડાબી બાજુમાં બેઠેલ બહેન ના મોઢા પર માસ્ક યોગ્ય રીતે ન હોવાથી પોલીસે તે બાબતે દંડ ભરવાની સૂચના આપી હતી.

પરંતુ આ બહેન ઉશ્કેરાઇ ગયા હતા અને ત્યાં હાજર મહિલા પોલીસ ને કહેવા લાગ્યા હતા કે 'માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ'. તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી મહિલા પોલીસને ધક્કો પણ માર્યો હતો.



અને બાદમાં "ચલ ફૂટ" જેવા અપમાનજનક શબ્દો બોલી મહિલા પોલીસને તું હલકી છે પૈસા ભેગા કરવા ઉભી છે ચાલતી થા હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય તે કરી લે આવું કહેતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ફરજમાં અડચણ રૂપ કરનાર આ મહિલા હિરલ પરીખ જયંતીભાઈ શર્મા હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ipc 188 186 294 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन