અમદાવાદ : વ્યાજખોર મહિલાની દાદાગીરી, વ્યાજના વિષચક્રમાંથી સગા ભાઈને પણ ન છોડ્યો


Updated: February 7, 2020, 10:08 AM IST
અમદાવાદ : વ્યાજખોર મહિલાની દાદાગીરી, વ્યાજના વિષચક્રમાંથી સગા ભાઈને પણ ન છોડ્યો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, વ્યાજખોરીના ધંધામાં કાઠું કાઢી રહેલી મહિલા સગા ભાઈ પાસેથી પણ વ્યાજ વસૂલતી હતી, સમયસર વ્યાજ ન ચૂકવી શકતા સગા ભાઈ પાસે વ્યાજ વસૂલવા લુખ્ખાઓ મોકલ્યા

  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સામે પોલીસ ગુના તો નોંધી રહી છે પણ અનેક ફરિયાદોમાં પોલીસ આરોપીઓને પકડતી નથી. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કડક હાથે કામગિરી લેવાનો આદેશ કર્યો હોવા છતાંય પોલીસ તે આદેશ માનતી નથી. અત્યાર સુધી પૂરૂષ વ્યાજખોર સામે જ ફરિયાદો નોંધાતી હતી પણ હવે તો મહિલા વ્યાજખોરો સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મહિલાએ પાંચ પાંચ ટકે પોતાના જ વેપારી ભાઇને નાણા ગેરકાયદે ધીર્યા હોવાનું સામે આવ્યું છે.

જમાલપુરમાં રહેતા અસલમભાઇ ફ્રુટવાલા ફ્રુટની લારી લગાવી ધંધો વેપાર કરે છે. તેમને શબાના નામની એક બહેન પણ છે. ધંધા અર્થે તેમને નાણાંની જરૂર ઉભી થતાં તેમણે વર્ષ 2019માં મે માસમાં તેમની બહેન શબાના પાસેથી બે લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. આ બે લાખમાંથી 10 હજાર એડવાન્સ વ્યાજ પેટે કાપી લીધા હતા. અને 1.90 લાખ અસલમભાઇને આપ્યા હતા. અત્યારસુધીમાં 43 હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં શબાનાએ નિયમિત વ્યાજ અને મૂડીની માંગણી કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : બહેને રજીસ્ટર્ડ મેરેજ કરી લેતા નારાજ ભાઇએ કર્યું ન કરવાનું કામ, બહેને જ ભાઇ સામે નોંધાવી ફરિયાદ

પણ અસલમભાઇને ધંધામાં નુક્શાન આવવાથી તેમણે થોડા નાણાં ચૂકવ્યા ન હતા. જેથી તેમના ઘરે જઇને અન્ય સખ્સોએ શબાના વતી ઉઘરાણી કરી હતી અને ધમકી આપી હતી. બાદમાં અસલમભાઇનું વાહન પણ તે લોકો લઇ જતા અસલમભાઇએ પોતાની બહેન શબાના બિસોરાવાલા, ઇમ્તિયાઝ, શાહબાઝ અને સરફરાજ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હવેલી પોલીસે આ અંગે પુરાવા એકત્રિત કરી તપાસ હાથ ધરી છે.
First published: February 7, 2020
વધુ વાંચો
अगली ख़बर