અમદાવાદમાં પતિ, પત્ની ઔર વો : ત્રીજી દીકરી જન્મતા પતિએ પત્નીને કાઢી મૂકી, પ્રેમિકા સાથે ભાગી ગયો


Updated: February 17, 2020, 1:57 PM IST
અમદાવાદમાં પતિ, પત્ની ઔર વો : ત્રીજી દીકરી જન્મતા પતિએ પત્નીને કાઢી મૂકી, પ્રેમિકા સાથે ભાગી ગયો
પ્રતિકાત્મક તસવીર

પ્રીતિબેનના ખોળે એક બાદ એક બે પુત્રીઓને જન્મી હતી. ત્યારે પતિએ કહ્યું કે, હવે દીકરી નહીં પણ તેને દીકરો જોઈએ છે. જો દીકરો ન થાય તો તેની કોઈ જરૂર નથી.

  • Share this:
અમદાવાદ : શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે જે જાણીને ચોંકી જશો. જેમાં લગ્ન બાદ પતિએ મહિલાને સંતાનમાં પુત્ર જ આવવો જોઈએ એવી માંગણી કરી હતી. પુત્ર વાંછુક પતિએ પત્નીને માર માર્યો હતો અને સાસરિયાઓએ તેમાં સાથ પણ પૂરાવ્યો હતો. હદ તો ત્યાં થઈ કે પતિએ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બનાવી લીધો હતો. મહિલાએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નરોડામાં રહેતી 30 વર્ષીય પ્રીતિબેન ત્રિવેદી હાલ તેની ત્રણ દીકરીઓ સાથે પિયરમાં રહે છે. વર્ષ 2008માં હિંમતનગર ખાતે જતીન ત્રિવેદી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિએ તેમને થોડા દિવસ સારી રીતે રાખ્યા હતા. બાદમાં દહેજમાં લાવી નથી તેમ કહી તેમની સાથે પતિ, સાસુ અને સસરા ઝઘડો કરતા હતા.

દરમિયાન પ્રીતિબેનના ખોળે એક બાદ એક બે પુત્રીઓને જન્મી હતી. ત્યારે પતિએ કહ્યું કે, હવે દીકરી નહીં પણ દીકરો જોઈએ છે. જો દીકરો ન થાય તો તેની કોઈ જરૂર નથી. જે બાદમાં પ્રીતિબેને ત્રીજી દીકરીને જન્મ આપતા જ પતિએ ઝઘડા કરવાનું અને માર મારવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન જતીને પત્ની પ્રીતિને કહ્યું કે, તેને સરિતા શર્મા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આથી હવે તે તેની સાથે રહેવા માંગે છે. આટલું કહીને પ્રીતિને તેના પતિએ કાઢી મૂકવાની વાત કરી હતી. બાદમાં સાસુ-સસરાએ પણ આ વાતમાં સાથ પૂરાવ્યો હતો અને પ્રીતિબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પિયરમાં ગયા બાદ ત્રાસીને આખરે પ્રીતિબેને નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: February 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading