Home /News /madhya-gujarat /

અમદાવાદ: બેંગકોક પ્રવાસ દરમિયાન શરીર પર ટીથ બાઇટ જોઈને પતિની ખુલી ગઈ પોલ, પોલીસ ફરિયાદ

અમદાવાદ: બેંગકોક પ્રવાસ દરમિયાન શરીર પર ટીથ બાઇટ જોઈને પતિની ખુલી ગઈ પોલ, પોલીસ ફરિયાદ

બેંગકોક નાઇટ લાઇફ (પ્રતીકાત્મક તસવીર)

Ahmedabad extramarital affairs: અમદાવાદની યુવતીની પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ. ફરિયાદ પ્રમાણે પતિ મામાની દીકરી સહિત અનેક મહિલાઓ સાથે શારીરિક સંબંધ ધરાવે છે. બેંગકોક પ્રવાસ દરમિયાન પણ અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા.

અમદાવાદ: અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયા સામે ફરિયાદ (Ahmedabad Domestic violence case) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ સાસરિયાના લોકો તેણીને ત્રાસ (Torture) આપતા હતા. એટલું જ નહીં યુવતી જ્યારે તેના પતિ સાથે બેંગકોક (Bangkok) ખાતે ફરવા ગઈ હતી ત્યારે ત્યાં તેનો પતિ એકલો ફરતો હતો અને નાઇટ લાઇફ (Bangkok night life) એન્જોય કરતો હતો. બેંગકોકથી તેઓ પરત આવ્યા ત્યારે તેના પતિના આખા શરીર ઉપર ટીથ બાઈટ (Teeth bite) અને નખ વાગવાના નિશાન હતા. તેના પતિએ અનેક યુવતીઓ સાથે નાઇટ લાઇફ એન્જોય કરીને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. એટલું જ નહીં બર્થ-ડે પર યુવતીનો પતિ તેના મામાની દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ ઝડપાયો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

બેંગકોકમાં થયો કડવો અનુભવ


કેસની વિગતે વાત કરીએ તો ફરિયાદી 33 વર્ષીય યુવતી છેલ્લા કેટલાય સમયથી તેના માતા-પિતા સાથે ઘાટલોડિયા વિસ્તારમાં પિયરમાં રહે છે. વર્ષ 2014માં આ યુવતીના લગ્ન ઘાટલોડિયાના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતીએ દીકરીને જન્મ હતા તેના સાસરિયાઓનું વાણી વર્તન અને વ્યવહાર બદલાઈ ગયો હતો. લગ્નના ત્રણેક વર્ષ પછી યુવતી તેના પિતાના ઘરે ગઈ હતી અને ત્યાંથી આવી ત્યારબાદ સાસરિયાઓ વારંવાર તેણીનું અપમાન કરતા હતા. વર્ષ 2019માં 10 દિવસ માટે આ યુવતી તેના પતિ તથા પાડોશી પરિવાર સાથે બેંગકોક ફરવા ગઈ હતી. બેંગકોકમાં યુવતીનો પતિ એકલો ફરતો હતો અને નાઇટ ક્લબમાં જઈ અન્ય છોકરીઓ સાથે મજા કરતો હતો. જે બાબતની જાણ યુવતીએ તેના સાસુ-સસરા અને નણંદને કરતા તેમણે પતિને ઠપકો આપવાને બદલે પતિનું ઉપરાણું લઇને યુવતી સાથે ઝઘડો કર્યો હતો.

યુવતી ડિપ્રેશનમાં આવી


યુવતી તેના પતિને નાઇટ ક્લબમાં ન જવા માટે ખૂબ સમજાવતી હતી અને રોકતી હતી છતાં પણ વાત ન માની તેનો પતિ અવારનવાર નાઇટ ક્લબમાં જતો હતો. યુવતીનો પતિ બેંગકોકમાં જ્યારે રાત્રે એકલો ફરવા ગયો ત્યારે તેણે 55,000 રૂપિયાની સોનાની ચેન કોઈ છોકરીને આપી દીધી હતી. બેંગકોકથી અમદાવાદ પરત ફર્યા ત્યારે યુવતીએ જોયું તો તેના પતિના આખા શરીર પર ટીથ અને નેઇલ બાઈટ હતા. યુવતીનો પતિ લગ્ન જીવન દરમિયાન પણ અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખતો હોવાથી યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

પતિ અને સસરો આપતા હતા માનસિક ત્રાસ


યુવતીના સસરા પણ તેણીને માનસિક ત્રાસ આપી હતા. બંને અલગ થશે તો તેઓ આપઘાત કરી લેશે તેવું કહીને યુવતીને પરેશાન કરતા હતા. પતિ ગાંડો હોય તો પણ તેને નિભાવવો જ પડશે તેવી સલાહ યુવતીના સસરા આપતા હતા. 12 વર્ષથી યુવતી નોકરી કરતી હતી ત્યારે તેને હેરાન-પરેશાન કરવાના હેતુથી ખોટા આક્ષેપો મૂકી નોકરી મૂકી દેવા સાસરિયાના લોક ટોર્ચર અને મજબૂર કરતા હતા. જે બાદમાં યુવતીએ નોકરી છોડી દીધી હતી. બીજી તરફ સાસરિયાના લોકો યુવતીને ઘરની બહાર પણ જવા દેતા ન હતા. યુવતી કોઈની સાથે ફોન પર વાત કરે તો શંકા રાખીને ત્રાસ આપતા હતા. યુવતીનો પતિ ખોટી રીતે મેન્ટલ ટોર્ચર કરતો હતો અને ગમે તે સમયે યુવતીને હેરાન કરવાના ઈરાદે દીવાલ સાથે માથા પછાડી બાથરૂમમાં સુઈ જઈને ખરાબ વર્તન કરવા લાગતો હતો.

આ પણ વાંચો:  'મેં જ તેને તારો વર બનાવ્યો છે, તું રખાત છે'

પતિને મામાની દીકરી સાથે ઝડપ્યો


લગ્નની વર્ષગાંઠ વખતે પતિએ તેના મામાના પરિવારજનોને ઘરે બોલાવ્યા હતા. આ સમયે મામાની દીકરીનો રાત્રે દોઢ વાગ્યા આસપાસ અવાજ આવતાં ફરિયાદી યુવતી ઉઠી ગઈ હતી. યુવતીએ ત્યાં જઈને જોતા તેનો પતિ તેની મામાની દીકરી સાથે ઊંઘી રહ્યો હતો અને યુવતીએ બંનેને શારીરિક સંબંધ બાંધતા નજરે જોયા હતા. બાદમાં યુવતીના પતિએ માફી માંગી હતી અને હવે પછી આવું નહીં થાય તેવું વચન આપ્યું હતું.

કંટાળીને ફરિયાદ નોંધાવી


થોડા સમય બાદ યુવતીના પતિએ તેણીને અલગ મકાન લઈ આપવાની તેમજ વિદેશ લઈ જવાનું વચન આપ્યું હતું. જોકે, યુવતીના પતિએ આ વચન પણ પાળ્યું ન હતું. જે બાદમાં સાસરિયાના ત્રાસથી યુવતીએ તેના પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક મુજબ કેસ કર્યો હતો. આ દરમિયાન સમન્સ નોટિસ બજતા યુવતીનો પતિ લંડન ચાલ્યો ગયો હતો. પતિએ પત્ની તરીકેનો સંબંધ ચાલુ રાખી મામાની દીકરી તથા અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખી લંડન લઈ જવાના સપના બતાવી વિશ્વાસઘાત કરતા સમગ્ર બાબતને લઈને યુવતીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bangkok, Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર