અમદાવાદ : પોલીસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવક સામે પત્નીની ફરિયાદ


Updated: June 1, 2020, 9:45 AM IST
અમદાવાદ : પોલીસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવક સામે પત્નીની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સતત ઝઘડા બાદ પત્નીએ સમાધાન માટે લખાણ લખવાનું કહેતા પોલીસમાં ક્લાર્કની નોકરી કરતા પતિએ આવેશમાં આવીને માર માર્યો.

  • Share this:
અમદાવાદ : પોલીસ ખાતામાં ક્લાર્ક (Cleark) તરીકે ફરજ બજાવતા યુવક સામે પોલીસ (Ahmedabad Police) ફરિયાદ નોંધાઈ છે. આ યુવક તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. સમાધાન માટે લખાણ લખવાનું કહેતા પતિએ આવેશમાં આવીને આવું કોઈ લખાણ ન હોય તેમ કહી પત્નીને માર માર્યો હતો. પત્નીએ આ બાબતે ફરિયાદ આપતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ ધંધુકાની અને હાલ વસ્ત્રાપુર સરકારી આવાસમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ આ પરિણીતા સાસરે સાસુ-સસરા અને જેઠાણી સહિતના સાસરિયાઓ સાથે રહેતી હતી. વર્ષ 2015માં તેના પતિને કરાઈ પોલીસ એકેડેમીમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી લાગી હતી. જેથી પતિ સાથે તે રહેવા ગઈ હતી. બાદમાં વસ્ત્રાપુર ખાતે સરકારી મકાન મળતા તેઓ ત્યાં રહેવા ગયા હતા. આ દરમિયાન પરિણીતાને તેના પતિ સાથે અવાર નવાર ઝઘડા થતા હતા. જેથી પરિવારજનોની મધ્યસ્થીથી સમાધાન માટે પરિણીતાએ તેના પતિને કહ્યું હતું. આ દરમિયાન હવે તે તેને ત્રાસ નહીં આપે અને માર પણ નહીં મારે તેવું લખાણ લખી આપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  અમદાવાદ: ગીતામંદિરથી કોઈ બસ નહીં ઉપડે, જાણો - ક્યા શહેરમાં જવા ક્યાંથી બસ મળશે?

પરિણીતાએ આવું કહેતા જ આવા કોઈ લખાણ પતિ-પત્નીના ઝઘડામાં ન હોય તેમ કહી પતિએ હદ વટાવી નાખી હતી. આખરે કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસનો સંપર્ક સાધી પતિ સામે આઇપીસી 498A, 323, 294(b) મુજબ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: June 1, 2020, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading