અમદાવાદ : ગાયને રોટલી ખવડાવવાનું મહિલાને 70 હજારમાં પડ્યું, જાણો આખી ઘટના


Updated: July 1, 2020, 9:29 AM IST
અમદાવાદ : ગાયને રોટલી ખવડાવવાનું મહિલાને 70 હજારમાં પડ્યું, જાણો આખી ઘટના
પ્રતિકાત્મક તસવીર

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ: લૉકડાઉન બાદ શહેરભરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે. સોલામાં એક યુવતી ગાયને રોટલી ખવડાવવા ગઈ ત્યારે તેની પાસે બાઇક પર સવાર ચેઇન સનેચરો આવ્યા અને યુવતીના ગળામાંથી 70 હજારની ચેઇન લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોલામાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય વ્યાપ્તિબહેન પટેલ મંગળવારે બપોરે કામ પતાવીને ફ્લેટ પાસે આવ્યા હતા. ત્યાં ગાયને રોટલી ખવડાવીને તેઓ ઘરે જતા હતા. તેવામાં ભાગવત વિદ્યાપીઠ પાસે જ બે બાઇક સવાર અચાનક તેમની પાસે આવી ગયા હતા.

આ પણ વાંચો -અમદાવાદ: એકદમ સ્વદેશી ફાયર રોબોટ 'શેષનાગ' 700 ડિગ્રીથી વધુમાં પણ બૂઝવશે આગ, જાણો વિશેષતાઓ

હજુ તો વ્યાપ્તિબહેન કંઈ જાણે તે પહેલા જ આ બાઇક પર આવેલા બે લોકોએ તેમના ગળામાં હાથ નાખીને 70 હજારની મતાની પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

આ પણ જુઓ- 
વ્યાપ્તિબહેન બૂમાબૂમ કરે તે પહેલા જ આ બાઇક પર આવેલા શખશો પુરઝડપે ભાગી ગયા હતા. વ્યાપ્તિબહેને તેમના પરિવારજનોને જાણ કરતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સોલા પોલીસે આ મામલે આઇપીસી 379A(3), 114 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: July 1, 2020, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading