Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: પુત્રવધૂએ દવા (woman eat poison) ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Gomtipur police station) પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (Police complaint) તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: સસરાની (father in law) દુકાનમાં મજૂરી કરતા પુત્રવધૂએ (daughter in law) સસરાને પતિનું રોજનું મહેનતાણું વધારવા રજૂઆત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા સસરાએ તારો દિકરો મારા પુત્રનું સંતાન નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનું લાગી આવતા પુત્રવધૂએ દવા (woman eat poison) ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Gomtipur police station) પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (Police complaint) તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષિય પરિણીતાના લગ્ન વર્ષ 2017માં તેના જ સમાજના એક યુવક સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પરિણીતા ગર્ભવતી થતા સાસરીયાએ નાની નાની વાતોએ મહેણાં ટોણાં મારવાના શરૂ કર્યા હતા. ઉપરાંત પતિ પણ ભૂલો કાઢી તેને ફટકારતો હતો. ગર્ભવતી હોવા છતાં ફરિયાદી પરિણીતાને પુરતુ જમવાનું આપતા ન હતા. જેથી પહેલું સંતાન કુપોષીત જન્મયું હતું.

જો કે, ઘર સંસાર ન બગડે તે માટે પરિણીતા બધુ સહન કરતી હતી. સાસરીયા અવાર નવાર હેરાન કરી ઘરમાંથી નિકળી જવા ધમકી આપતા હતા. દિકરો ચાર માસનો થયો ત્યારે તેની સાથે ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઇ હતી. જો કે, પછી પતિ પરત તેને સાસરે લઇ ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

પરત ગયા બાદ કાકા સસરા પતિની ચઢામણી કરતા હતા. તેઓ કહેતા હતા કે, તુ પિયર કોને મળવા જાય છે તે બધી મને ખબર છે અને તું કેમ સામેથી સાસરીમાં આવી ગઇ તેની પણ મને જાણ છે. આવું કહી અવાર નવાર મહેણાં ટોણા મારતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કોન્ટ્રાક્ટરની 'દિવાળી બગાડનાર' બાવો અને સન્ની સહિત ત્રણ લબરમુછીયા ઝડપાયા

ત્યારબાદ સસરાએ પરિણીતાને અલગ રહેવાનું કહ્યું હતું. જેથી તેઓ અલગ રહેવા ગયા હતા. જો કે, ફ્લેટની હાલત ખરાબ હોવાથી તે પરત પિયર રહેવા જતી રહી હતી. જ્યારે પતિ સસરાની દુકાનમાં જ મજૂરી કરતો હતો અને તેને 300 રૂપિયા રોજના સસરા આપતા હતા. જેથી પરિણીતાએ સસરાને રોજના પૈસા વધારવા કહ્યું હતું ત્યારે સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, તુ સારી નથી અને તારો દિકરો એ મારા દિકરાનો નથી બીજા કોઇનો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ દિવાળીની રાત્રે ગુમ થયેલી અઢી વર્ષની બાળકી બે દિવસે ઝાડીમાંથી મૃત મળી, અપહરણ બાદ હત્યાની આશંકા

આ વાતનું લાગી આવતા પરિણીતા એ દવા ખાઇ લીધી હતી. જેથી તેને તાત્કાલીક શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestice violance, Latest gujarati news

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन