Home /News /madhya-gujarat /

અમદાવાદ: દારૂડિયા પતિથી કંટાળી મહિલાએ છૂટાછેડા લીધા, બાદમાં આ જ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કર્યાં!

અમદાવાદ: દારૂડિયા પતિથી કંટાળી મહિલાએ છૂટાછેડા લીધા, બાદમાં આ જ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કર્યાં!

પ્રતિકાત્મક તસવીર

પતિએ છૂટાછેડા બાદ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, આ મહિલાએ પણ મહિલાના પતિને છૂટાછેડા આપી દીધા હતા, બાદમાં સાસરિયાની સમજાવટ બાદ મહિલાએ તેના પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તાર (Sarkhej Area)માં એક મહિલાએ વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા તે પતિને દારૂ પીવાની કુટેવ હતી. આ કારણે તે અવારનવાર ઝઘડા કરતો હતો. બાદમાં મહિલાએ તેની સાથે છૂટાછેડા (Divorce) લઈ લીધા હતા. બાદમાં તેના પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા. બાદમાં સાસરિયાઓ ભોગ બનનાર મહિલા પાસે પહોંચ્યા હતા અને તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવાનો પ્રસ્તાવ (Marriage Proposal) મૂક્યો હતો. આ સાથે જ સાસરિયાના લોકોએ બાંહેધરી આપી હતી કે તેનો પુત્ર દારૂ નહીં પીવે. ત્યાર બાદ મહિલાએ છૂટાછેડા લઈ લીધા હતા તે પતિ સાથે ફરીથી લગ્ન (Marriage) કર્યા હતાં. જોકે, પતિ ફરીથી દારૂ પીવાની લતે ચઢી જતાં મહિલાએ કંટાળીને સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના સરખેજમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2009માં સાણંદના ગોધાવી ગામે લગ્ન થયા હતા. મહિલાનો પતિ સેન્ટિંગને લગતું કામ કરે છે. લગ્ન બાદ આ મહિલા પાલનપુર ખાતે તેના સાસરે ગઈ હતી. જોકે, તેના સાસરી પક્ષના અન્ય લોકો સાણંદ ખાતે રહેતા હતા. લગ્ન બાદ તેને જાણ થઈ કે તેનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. જેથી તેને અવારનવાર દારૂ પીવાની ના પાડતા તે ઝઘડો કરતો હતો અને મહિલાને માર મારતો હતો. આ વાત કોઈને કહેશે વધુ માર મારશે અને છૂટાછેડા આપી દેશે તેવી ધમકી પણ આપતો હતો.

આ પણ વાંચો: સુરત: 'એકાંત' માણવામાં બાધારૂપ બનતા પિતા પાંચ વર્ષના બાળકને બસ સ્ટોપ પર મૂકી આવ્યો!

આ બાબતને લઈને મહિલાએ તેના સાસુ-સસરાને કહેતા સાસુ-સસરાએ તેમના પુત્રનું ઉપરાણું લઇ મહિલા સાથે બોલાચાલી કરી તેને ત્રાસ આપ્યો હતો. બાદમાં મહિલા ગર્ભવતી થઈ હતી. આ દરમિયાન સાસરિયાઓએ પૂરતો આરામ કે દવા કરાવી ન હતી. જોકે, આ બધા ત્રાસના કારણે તે તેના પિયર જતી રહી હતી. ત્યાં પણ તેના સાસરિયાઓ ખબર-અંતર પૂછવા ન આવતા સામાજિક રીતે વર્ષ 2012માં મહિલાએ છૂટાછેડા લઇ લીધા હતા.

બાદમાં મહિલાના પતિએ શિતલ નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. શિતલે એક દીકરીને જન્મ આપ્યો હતો. શિતલ સાથે પણ મહિલાનો પતિ ઝઘડા કરતો હોવાથી તેણે શિતલ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં આ મહિલાના સાસરિયાઓ ફરી મહિલા પાસે આવ્યા હતા અને હવે તેનો પતિ દારૂ નહીં પીવે તેમ કહીને આ મામલે બાંહેધરી આપી હતી. જે બાદમાં મહિલાએ સામાજિક રુહે વર્ષ 2015માં તેના પૂર્વ પતિ સાથે ફરીથી બીજા લગ્ન કર્યા હતા.

મહિલા સાસરે આવી હતી અને આ દરમિયાન તેણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન પતિએ ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, પતિ પિયરમાંથી પાંચ લાખ રૂપિયાનું દબાણ લાવવા માટે દબાણ પણ કરતો હતો. આ મામલે મહિલાએ કંટાળીને આખરે સાસરિયા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Domestic violence, Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन