સાણંદઃ કેનાલમાંથી યુવતીની બાંધેલી હાલતમાં લાશ મળી, હત્યાની ફરિયાદ

સાણંદઃ કેનાલમાંથી યુવતીની બાંધેલી હાલતમાં લાશ મળી, હત્યાની ફરિયાદ
યુવતીની તસવીર

પોલીસે જ્યારે યુવતીની લાશને બહાર કાઢી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે યુવતીના હાથ દોરડાથી બાંધેલા હતા અને પગ પણ બાંધેલા હતા.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ નજીક આવેલ સાણંદ પોલીસ સ્ટેશન (Sanand police station) વિસ્તારમાંથી એક યુવતીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસને કંટ્રોલ (police control) મેસેજ મળ્યો હતો કે સાણંદ પાસે આવેલ તેલાવ કેનાલમાં એક લાશ તરી રહી છે જેથી પોલીસ ત્યાં પહોંચી તપાસ કરી તો એક યુવતીની લાશ હોવાનુ સામે આવ્યુ છેં.

પોલીસે જ્યારે યુવતીની લાશને બહાર કાઢી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે યુવતીના હાથ દોરડાથી બાંધેલા હતા અને પગ પણ બાંધેલા હતા. જેથી પોલીસ શંકા હતી કે આ યુવતીની કોઈએ હત્યા કરી કેનાલમાં ફેંકી દીધીસાણંદના પી આઈ જે.આર.ઝાલાનુ કહેવુ છે કે હાલ તો અમે લાશનુ પેનલ પીએમ કરાવી રહ્યા છીએ. પોલીસના કહેવા પ્રમાણે આ યુવતીની ઉમર આશરે 30 વર્ષની લાગી રહી છે. પોલીસે અત્યારે એ તપાસ શરુ કરી છે કે છેલ્લા એકાદ દિવસમાં કોઈ ગુમ થયુ છે કે કેમ કારણ કે આ યુવતી કોણ છે તે પણ પોલીસને ખ્યાલ નથી.

પરંતુ પોલીસનુ એવું કહેવું છે કે આ કપડા ઉપરથી એવુ લાગે છે કે આ કોઈ સારાઘરની યુવતી હોઈ શકે છે. અને આ હત્યા પણ થોડાક કલાકો પહેલા થયા હોય તેવું લાગી રહ્યું છે. જેથી પોલીસે હાલ તો લાશનું પોસ્ટ માર્ટમ કરાવી રહી છે. અને જ્યારે આ યુવતીની ઓળખ થઈ જશે ત્યાર બાદ આ લાશ પાછળની હકીકત શું છે તે જાણી શકાશે.વધુ મળતી માહિતી પ્રમાણે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે.
Published by:News18 Gujarati
First published:January 06, 2020, 19:23 pm