અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન
પ્રતિકાત્મક તસવીર

પતિએ "તું મને સેટ થતી નથી અને મારું ભવિષ્ય તારી સાથે સારું દેખાતું નથી" તેમ જણાવી પત્ની સાથે સંબંધ રાખતો નહીં.

  • Share this:
અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના સાસરિયાઓ અવાર નવાર તેને ત્રાસ (woman harassment) આપતા હતા. લગ્નના બે માસ બાદ સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં પતિએ "તારી સાથે મારી જિંદગી સેટ થઈ શકે તેમ લાગતું નથી" તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. હજુ તો આ ત્રાસ શરૂ હતો ત્યાં મહિલાને તેના સસરાએ પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાના સસરા એ (father in law) નફ્ફટાઈની હદ વટાવી તેમના પુત્ર સાથે કેવી રીતે ફિઝિકલ રિલેશન રાખવા તે શીખવાડવાનું તેમના પુત્રવધૂને કહેતા પુત્રવધૂએ આખરે કંટાળીને (domestic violence) આ મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી છે.

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતી પ્રહલાદ નગર ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2019 માં તેના લગ્ન નારણપુરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી સંયુક્ત પરિવારમાં સાસરે રહેતી હતી. લગ્નના બે મહિના બાદ જ સાસરિયાઓએ ઘરના કામકાજને લઈને મેણા ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.આટલું જ નહીં યુવતીને તેના માતા-પિતાએ મોભા પ્રમાણે કરયાવર આપ્યું નથી તેમ કહી પતિએ "તું મને સેટ થતી નથી અને મારું ભવિષ્ય તારી સાથે સારું દેખાતું નથી" તેમ જણાવી પત્ની સાથે સંબંધ રાખતો નહીં. આ બાબતે યુવતીએ તેના સાસુ-સસરા તથા નણંદને કહ્યું તો તમામ લોકોએ મહિલાના પતિનું ઉપરાણું લઇ આ યુવતીને મારઝુડ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

આ યુવતીનો પતિ આખો દિવસ બીજા મિત્રોની સાથે બહાર પાર્ટીઓમાં હરતો ફરતો રહેતો અને સમયસર ઘરે ન આવતો હતો. જેથી યુવતીએ તેના પતિને આ બાબતે પૂછ્યું તો તેણે માર મારી ગાળો બોલી હતી. આ યુવતી તેના પતિને લગ્નના ફોટા આલ્બમ તથા વિડીયો સીડી બનાવવા તથા લગ્ન સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવવાનું કહેતી તો તેની વાત તેનો પતિ ધ્યાન પર લેતો નહીં અને તેની મજાક પણ ઉડાવતો હતો.

દિવાળીના દિવસે યુવતીએ તેનાં માતા-પિતાના ઘરે મળવા જવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેના પતિએ તેવા તો પણ નકારી કાઢી હતી. જ્યારે જ્યારે યુવતી નોકરીથી છૂટીને ઘરે આવતી અને તેને આવવામાં ટ્રાફિકની સમસ્યાને કારણે મોડું થાય ત્યારે તેનો પતિ તેની પર શંકા વહેમ રાખી તેને માનસિક ટોર્ચર કરતો હતો. આટલું જ નહીં આ યુવતીને એવું પણ જાણવા મળ્યું હતું કે તેના ફેસબુક આઇડી ઉપર પર્સનલ માહિતીઓ એડિટ કરવામાં આવી છે જે તેના પતિએ કરી હોવાની શંકા જતા તેનું સાચું કારણ જાણવા તેને સાઇબર ક્રાઇમમાં હજી પણ આપી હતી.

ગત નવરાત્રીના સમયે આ યુવતી પિરિયડમાં હતી ત્યારે તે ઘરનું કામ કરતી ન હતી. જ્યારે સાસરિયાઓ માતાજીની આરતી કરવા જતા હતા, ત્યારે તેના સસરા અચાનક તેના બેડરૂમમાં આવી જતા અને કહતા કે "તું સાચે પિરિયડમાં છે કે પછી ખાલી નાટક કરે છે? તેવું બેશરમ થઇ પૂછીને જતા રહેતા હતા. એક દિવસ આ યુવતીના ફોન પર તેના સસરા નો ફોન પણ આવ્યો હતો અને તેને કહ્યું કે પોતાના દીકરા સાથે ફિઝિકલ રિલેશન કેવી રીતે કરવા જોઈએ અને તને ફિઝિકલ રિલેશન કરતા આવડતું નથી અને હું તને શીખવાડું તે બાબતે અશ્લીલ ભાષામાં વાતચીત પણ કરી હતી.35થી 40 મિનિટ સુધી આ વાત કરી હતી સસરાથી કંટાળી યુવતી ઘરની બહાર નીકળી ગઈ ત્યારે સસરા તેની મજાક ઉડાવી તેના પર હસવા લાગ્યા હતા. આ પ્રકારની અનેક બાબતોને લઈને સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલાએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:October 11, 2020, 11:28 am

ટૉપ ન્યૂઝ