અમદાવાદ: કોરોના વાયરસના કહેરનો બીજો રાઉન્ડ જાણે કે હવે શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય થી કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના થયો હોવાના ડર થી કૃષ્ણનગર માં એક મહિલા એ આત્મહત્યા કરી છે.
કોરોના વાયરસના કહેરે લોકોને આર્થિક રીતે નબળા પાડી દીધા છે, પરંતુ હવે લોકો માનસિક રીતે પણ નબળા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડીયામાં જે રીતે કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, હવે કોરોના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેને પરિણામે લોકોમાં હવે ક્યાંકને ક્યાંક ફરી ભય જોવા મળી રહ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં શરદી તાવ આવતા એક મહિલાએ કોરોના થઈ ગયો હોવાના ડરથી એસિડ પીઈને આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો - Big News: અમદાવાદમાં રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ જાહેર કરાયો
નયનાબેન પટેલના લગ્ન 10 વર્ષ પહેલા પાટણના સિદ્ધરાજ પટેલ સાથે થયા હતા. તેઓને બે સંતાન છે, અને છેલ્લા એક વર્ષથી મહાવીરનગરમાં ભાડે રહેતા હતા. બન્ને પતિ પત્ની એમ્બ્રોઇડરી અને સિલાઈ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કોરોના લોકડાઉનમાં પણ તેઓએ બાળકો અને પરિવારની સલામતી રાખી હતી. પરંતુ દિવાળી બાદ નયનાબેનને કોરોનાના લક્ષણ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા, અને પોતાના બાળકો તેમજ પતિને પણ કોરોના થઈ જશે તેવા ડરથી આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું. કૃષ્ણનગર પોલીસે આપઘાતને લઈને પરિવારનું નિવેદન લઈને તપાસ શરૂ કરી. કોરોનાના ડરથી આપઘાત સુધીનું પગલું ભરવું તે ચોંકાવનારૂ છે. પોલીસે પણ કોરોનાથી ડરવાના બદલે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અમદાવાદ : બપોરે પાર્લરમાંથી પત્ની મોડી રાત્રે ઘરે આવી, પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિ હચમચ્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ ફરી વકર્યો છે. સાથે અમદાવાદમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસનો ફરી રાફડો ફાટ્યો છે, ત્યારે રાજ્ય સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર(Ahmedabad City)માં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ (Curfew) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આવતીકાલથી અમલમાં આવશે. સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.
અમદાવાદ Corona કહેર : SG હાઈવેના બર્ગર કિંગને સિલ કરાયું, નાસ્તા-પાણીના વેપારીઓમાં ફફડાટ
રાજ્ય સરકાર વતી એસીએસ ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાયરસના કેસ તથા શિયાળો શરૂ થતા આગમચેતીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય આવતીકાલ 20 નવેમ્બરથી લાગુ થશે. સાથે એમ પણ જણાવ્યું હતું કે, આગામી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આ કરફ્યૂનો નિયમ લાગુ રહેશે