અમદાવાદ : 'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા' Lockdownમાં પરીણિતાનો આપઘાત


Updated: May 20, 2020, 7:53 PM IST
અમદાવાદ : 'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા' Lockdownમાં પરીણિતાનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર

કરિયાવર ઓછું આપ્યું હોવાના કારણે સાસરિયાઓ ત્રાસ આપતા હતા પરંતુ પિતાની સ્થિતિ સારી ન હોવાથી દીકરીએ ઘરે જાણ નહોતી કરી

  • Share this:
અમદાવાદ: 'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા અને દિકરાને તમે રાખી સાચવજો ' આવો મેસેજ લખી બહેનને મોકલી પરણિતાએ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પિતાએ નારોલ પોલીસ મથકમાં સાસુ, પતિ, નણંદ-નણંદોઇ સામે શારિરીક માનસિક ત્રાસ, દહેજની માંગણી અને આત્મહત્યા માટે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

બોટાદના ગઢીયા ગામે રહેતા મુકેશભાઇ પરમારની દિકરી રંજનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં નારોલ ખાતે રહેતા કેતન રાજુભાઇ ચૌહાણ સાથે થયા હતા. ત્યારબાદ રંજન નણંદ, દિયર, સાસુ-સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા મહિના બાદ નણંદ સોનલ પરમાર અને નણંદોઇ કિરણ પરમાર કરીયાવ ઓછુ આપવા સહિતની બાબતે બોલચાલ કરી ઝઘડો કરતા હતા.

સાસુ ધનીબહેન પણ ઘરકામ બાબતે બોલી કરીયાવરમાં કશું લાવી નથી, તુ તારા બાપ પાસે જાય ત્યારે પણ ખાલી હાથે આવે છે તેવું કહી ત્રાસ આપતા હતા. આ મામલે રંજને પિતાને જાણ કરી હતી પિતાએ પણ તેનો સંસાર ન બગડે તે માટે તેને સમજાવી હતી. આ દરમિયાન ગયા વર્ષે જ રંજને દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મબાદ તો ત્રાસ સતત વધી રહ્યો હતો. પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ દિકરીને સાસરીયે જ રહેવા સમજાવતા હતા.

આ પણ વાંચો :  સુરત : દેખાવો વખતે પરપ્રાંતીયનું મોત, પત્ની બાળક નિરાધાર બન્યા, ઓરિસ્સામાં અમરોલી પોલીસ સામે ગુનો દાખલ

ગત તા. 10 મેના રોજ રાત્રીના સમયે રંજને તેની બહેન ગાયત્રીના મોબાઇલ પર મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'હું મરી જાઉ તો મારા દિકરાને સાચવી લેજો. મારી લાશ પતિને ન બતાવતા. માતા-પિતા મને માફ કરજો અને મારા દિકરાને સાજવી લેજો. તને મારો મેસેજ મળે ત્યારે ફોન કરજે જીવતી હોઇશ તો ફોન ઉપાડીશ.'

આ પણ વાંચો :   સુરત : Lockdownમાં રાહત મળતા લુખ્ખાઓ બેફામ! એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ઢસડી માર માર્યોમેસેજ જોતા જ રંજનને ફોન કર્યો હતો. ત્યારે સાસરીયાએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે, રંજન ફાંસો ખાવા જતી હતી બચી ગઇ છે અને એલ.જી.હોસ્પિટલમાં છે. સારવાર દરમિયાન દિકરીનું મોત થતા પિતા મુકેશભાઇ પરમારે સાસુ ધનીબહેન રાજુભાઇ ચૌહાણ, પતિ કેતન ચૌહાણ , નણંદ સોનલ પરમાર અને નણંદોઇ કિરણ પરમાર સામે ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: May 20, 2020, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading