સુરતમાં હીરાના કારખાના ખુલતા હવે અમદાવાદમાં પણ ફરી હીરા ઉદ્યોગ ધમધમતો થશે


Updated: July 14, 2020, 11:13 PM IST
સુરતમાં હીરાના કારખાના ખુલતા હવે અમદાવાદમાં પણ ફરી હીરા ઉદ્યોગ ધમધમતો થશે
અમદાવાદ ડાયમંડ માર્કેટ ધમધમશે

અમદાવાદના હીરાના કારખાનાના માલિકોને નિયમોનું કડકપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે

  • Share this:
અમદાવાદ : સુરતમાં કોરોનાના કેસના કારણે અમદાવાદમાં હીરાના કારખાનાઓમાં વેકેશન જાહેર કરી દેવાયું હતું. જોકે હાલ સુરતમાં 20 ટકા કારખાનાઓ ખુલતા અમદાવાદમાં હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થશે. જોકે સુરતની બનેલી પરિસ્થિતિને જોતા અમદાવાદના હીરાના કારખાનાના માલિકોને નિયમોનું કડકપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

સુરતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે જેના પગલે ત્યાંના હીરાના કારખાના સદંતર બંધ કરવામાં આવ્યો હતો. જેની અસર અમદાવાદમાં વર્તાઈ હતી. અમદાવાદમાં 400થી વધુ હીરાના કારખાના છે. પરંતુ હીરાનો કચોમાલ બહારથી સુરત આવે છે અને સુરતમાં હીરાનું અમુક કામ થાય છે ત્યારબાદ એ હીરા અમદાવાદ ઘસવા માટે અમદાવાદના કારખાનાઓમાં આવે છે. પણ સુરતમાં હીરા ઉધોગ કોરોના માં સપડાતા અમદાવાદ હીરા આવતા બંધ થઈ ગયા હતા અને એક અઠવાડિયા માટે કારખાનાઓમાં વેકેશન જાહેર કરી દેવાયું હતું. પરંતુ હાલ સુરત તંત્ર દ્વારા 20 હીરાના કારખાનાઓને ખોલવાની પરમિશન આપી છે.

સુરતમાં હીરાની બે મોટી કંપનીઓ છે જેઓના સૌથી વધુ હીરાના કારખાના અમદાવાદમાં છે. જેથી સુરતમાં કારખાના શરૂ થતાં અમદાવાદમાં પણ કારખાના બુધવારથી ફરી શરૂ થઈ જશે તેવું અમદાવાદ ડાયમન્ડ એસોસિયેશનના મંત્રી મગનભાઈ પટેલ જણાવી રહ્યા છે.

જોકે અમદાવાદમાં કારખાનાઓ બંધ રહે તેની સીધી અસર હીરા બજાર પર પડે છે હજુ પણ હીરા બજાર પહેલા જેવા શરૂ થયા નથી. હીરાના કારખાનાઓના કારીગરોની હાલત પણ કફોડી થઈ છે. તો હીરા બજારના સભ્ય તુલસી ભાઈ જણાવે છે કે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતા કારખાનાઓ બંધ રહ્યા હતા. ત્યાર બાદ સુરતના કેસોના કારણે 90 ટકા કારખાના બંધ હતાં. અમદાવાદ ના હીરા ઉદ્યોગનો દરોમદાર સુરત પર ટકયો છે. હીરાના કારખાના સાથે સંકળાયેલા હજારો કારીગરો કેવીરીતે પરિવારનું ગુજરાન ચલાવે તે સવાલ છે. જેથી હીરા ઉદ્યોગ સાથેના રત્નકલાકારો માટે રાજ્ય સરકારે આર્થિક સહાય જાહેર કરવી જોઈએ.

મહત્વનું છે કે અમદાવાદ માં એક સમયે કાપડની મિલો ધમધમતી હતી જે બંધ થતાં અમદાવાદમાં અને તે પણ ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં હીરાના કારખાના લોકો માટે એક માત્ર આજીવિકા નું સાધન હતું. પણ હવે અવારનવાર મંદી અને હવે કોરોનાના કારણે હીરાઉધોગ ખતમ થઈ રહ્યો છે. મંદી અને આવી મહામારના કારણે 40 ટકાથી વધુ લોકો અન્ય ધંધા તરફ વળી ગયા છે.
Published by: kiran mehta
First published: July 14, 2020, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading