શું આ વખતે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં ઘટાડો થશે? જાણો કેવી છે તૈયારીઓ

શું આ વખતે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં ઘટાડો થશે? જાણો કેવી છે તૈયારીઓ
પ્રતિકાત્મક તસવીર

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે

  • Share this:
અમદાવાદ : ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3,100થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા છે. ત્યારે રાજ્યભરમાં 108ની ટીમ એલર્ટ થઇ ગઈ છે. કોરોના મહામારી વચ્ચે આ વખતે ઉતરાયણને લઈને 108એ એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 તૈનાત રહેશે. ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2020 કરતા 2021માં 108માં કોલ ઓછા આવશે તેવી આશા સેવવામાં આવી છે. જોકે 2021ની પરિસ્થિતિ પ્રમાણે કેસમાં 16 થી 24 ટકાના વધારાની સંભાવના છે.

ઉત્તરાયણ પહેલેથી જ સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 24 ટકા અને 15મી જાન્યુઆરીએ 16 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.



આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ હોવાનું જીવીકે ઇમરજન્સીના COO જશવંત પ્રજાપતિએ જણાવ્યું છે.

આ પણ વાંચો - વડોદરા : 21 વર્ષની વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કુદી આપઘાત કર્યો

108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 3137 જેટલા કોલ્સ જ્યારે 15મીએ 2946 વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. જેમાં ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારા-મારીના રોજના 50 કેસ આવે છે. 14-જાન્યુઆરીએ મારા-મારીના કોલ વધવાની શક્યતાઓ છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારા ની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરાઇ દેવાઈ છે.ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે.

તા. 11થી 17 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 41 જેટલાં NGO જોડાતા હોય છે. દર વર્ષે 1500 જેટલાં કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. જેઓ યુધ્ધના ધોરણ પક્ષી બચાવમાં કાર્ય કરશે. અને આ વખતે 50 જેટલી કરુણા વાનનો વધારો કરી 87 વાન સેવા આપશે. ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે.

અમદાવાદ શહેરમાં 752 અને 800 કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે. પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:January 08, 2021, 22:55 pm

ટૉપ ન્યૂઝ