અમદાવાદ : ચૂંટણીની ભીડ ફરી કોરોનાના કેસ વધારશે? જાણો શું કહે છે ડૉક્ટર

અમદાવાદ : ચૂંટણીની ભીડ ફરી કોરોનાના કેસ વધારશે? જાણો શું કહે છે ડૉક્ટર
પ્રતિકાત્મક તસવીર

ફોર્મ ભરવાની શરુઆતથી તમામ ગાઈડલાઈન ઐસી તૈસી થઈ રહી છે. ઉમેદવારો પણ પ્રચાર દરમિયાન નિયમોનું પાલન કરતા નથી. આ ભીડ ફરી દિવાળી જેવી સ્થિતિ ના સર્જે

  • Share this:
અમદાવાદ : 2020ના માર્ચ મહિનાથી વિશ્વ આખુ કોરોનાની મહામારીમાં સપડાયું છે અને આખું વર્ષ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા ડોક્ટરો અને આખું સરકારી તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તહેવારોમાં પણ છૂટછાટ આપવામાં ન આવી અને મહામહેનતે દિવાળી પહેલા કોરોના કેસ કંટ્રોલમાં આવ્યા હતા. જોકે દિવાળીમાં ભીડ માર્કેટમાં જોવા મળી હતી. લોકોએ બિન્દાસ ફરવાનું શરૂ કરી દીધું હતું .જેના કારણે નવા વર્ષની શરૂઆતમાં કોરોના ફરી વકર્યો હતો અને રાત્રી કરફ્યૂ નાખવો પડ્યો હતો. આ પછી ફરી એક વખત કોરોના કંટ્રોલમાં આવી ગયો હતો.

કોરોનાના કેસ કંટ્રોલમાં આવતા છૂટછાટમાં વધારો કર્યો છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈન અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા કહ્યું છે. પરંતુ ફોર્મ ભરવાની શરુઆતથી તમામ ગાઈડલાઈન ઐસી તૈસી થઈ રહી છે. ઉમેદવારો પણ પ્રચાર દરમિયાન નિયમોનું પાલન કરતા નથી. આ ભીડ ફરી દિવાળી જેવી સ્થિતિ ના સર્જે.આ પણ વાંચો - દર મહિને મળશે ફિક્સ કમાણી, જાણો પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે

કોરોના કેસના ઘટાડા વચ્ચે પણ તબીબોમાં ભય છે. કારણ કે કોરોના કેસમાં ફરીથી દિવાળીવાળી થાય તેવી દહેશત છે. ચૂંટણીના ઉત્સાહી ઉમેદવારો ફરી દિવાળીવાળી કરશે તેવો અંદેશો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું છે કે કોરોના જતો રહ્યો છે તેવું માનવું એ મોટી ભૂલ છે. ખૂબ મહેનત કર્યા પછી કોરોના કંટ્રોલમાં આવ્યો છે. દિવાળીમાં લોકો બેફામ બન્યા હતા તેના કારણે દિવાળી પછી કોરોના વધુ ફેલાયો હતો. હવે ફરીથી ચૂંટણીમાં કે પ્રસંગમાં લોકો બિંદાસ્ત બન્યા છે પરંતુ કોરોના ફરીથી વક્રી શકે છે. ત્યારે લોકોને અપીલ કરી છે કે લોકો ભીડમાં ન જાય. બહાર નીકળે તો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે.
Published by:Ashish Goyal
First published:February 10, 2021, 15:44 pm

ટૉપ ન્યૂઝ