"અમારી માગ નહીં સંતોષાય તો અમે વાયબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરીશું"

News18 Gujarati
Updated: January 12, 2019, 5:49 PM IST
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગુજરાતમાં માઇનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2019નો વિરોધ કરશે.
આ સમિતિએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે, ભારતે માનવ અધિકારો ની વેશ્વિક ઘોષણા, લઘુમતીઓ માટે ના યુનિવર્સલ ડેકલેરેશન અને Sustainable Development Goals જેવી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરેલો છે અને સરકારે તે મુજબ કાર્ય કરવાનું રહે છે પરંતુ ગુજરાત સરકાર આ બધી સમજુતીઓ નો ભંગ કરી રહી છે અને તેની સામે અંતરરાષ્ટ્રીય મેહમાનોને બોલાવવા માં કોઈ શરમ નથી કરી રહી.

માયનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) છેલ્લા બે વર્ષો થી લઘુમતીઓ ના અધિકારો ને લઈને સરકાર સાથે મંત્રણા કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ સરકાર તાયફા કરવામાં વ્યસ્ત છે અને ભારતના બંધારણ અને અંતરરાષ્ટ્રીય સમજૂતીઓ નું પાલન કરવામાં જાણી જોઈ ને ઠાગાઠૈયા કરી રહી છે.

આથી માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) વાઈબ્રન્ટ સમીટ ગુજરાત નો ઉગ્ર વિરોધ કરવા જઈ રહી છે અને સાથે સાથે વાઈબ્રન્ટ માં આવતા દરેક દેશ ના દુતાવાસને પત્ર લખશે અને અપીલ કરશે કે તેઓ ગુજરાત સરકારને અંતરરાષ્ટ્રીય સમજૂતીઓ નું પાલન કરવા માટે દબાણ લાવે અને જો સરકાર લઘુમતીઓને તેમના અધિકાર નહીં આપે તો વાઈબ્રન્ટ સમીટ નો બહિષ્કાર કરે.

માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાતમાં લઘુમતી સમાજ ની 8 માંગો જે નીચે મુજબ છે
1. રાજયમાં લઘુમતિ કલ્યાણ મંત્રલયની સ્થાપના કરવામાં આવે.2. રાજયના બજેટમાં લધુમતિઓના વિકાસ માટે અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવે.

3. રાજયના લધુમતિઓના ક્ષેત્રોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે

4. રાજય લઘુમતિ આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબુતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે.

5. મદ્રસા ડીગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.

6. લઘુમતિઓના ઉત્થાન માટે વિશેષ આર્થીક પેકેજ આપવામાં આવે.

7. સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોના પુનઃ સ્થાપન માટે નીતિ બનાવવામાં આવે.

8. પ્રધાનમંત્રીના નવા 15 સુત્રીય કાર્યક્રમનો સંપૂર્ણરૂપથી અમલ કરવામાં આવે.

“ભારતના પ્રધાન મંત્રી પણ ગુજરાત થી જ આવે છે પરંતુ દેશના બીજા રાજ્યોમાં જે વ્યવસ્થાઓ અને માળખા અસ્તિત્વમાં છે તેવા માળખા પણ ગુજરાતમાં નથી તેમજ લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા નથી, આમ ભારતના બંધારણ અને આંતરરાષ્ટ્રીય સમજુતીઓ નો ખુલમ ખુલ્લા ઉલંઘન કર્યા છતાં વાયબ્રન્ટ ગુજરાત જેવા આયોજન કરીને દુનિયા ને ભ્રમિત કરી રહી છે, ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાત પોતાની વેબ સાઈટ અરબીમાં બનાવે છે પરંતુ મદરસા એજ્યુકેશનને માન્યતા નથી આપતી આવી દોગલી નીતિ અપનાવી ને વાયબ્રન્ટ માં બીજા દેશોને આકર્ષવા નો પ્રયત્ન થઇ રહ્યો છે” મુજાહિદ નફિસે આક્ષેપ કરતા કહ્યુ.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, માયનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) વાયબ્રન્ટ સમિટ-ગુજરાતનો ઉગ્ર વિરોધ કરશે અને દરેક દુતાવાસ ને પત્ર લખી લઘુમતીઓ સાથે થતા ભેદભાવ ને ખુલ્લો પાડશે તેમજ અપીલ કરશે કે અન્ય દેશો આ સમીટનો બહિષ્કાર કરે”.
First published: January 12, 2019
વધુ વાંચો
अगली ख़बर