અમદાવાદ: પ્રેમી સાથે વાત કરવા પરિણીતાએ મોબાઈલ પલંગ નીચે સંતાડયો, પતિએ રંગેહાથ પકડી તો આપી મરી જવાની ધમકી


Updated: August 3, 2020, 8:35 AM IST
અમદાવાદ: પ્રેમી સાથે વાત કરવા પરિણીતાએ મોબાઈલ પલંગ નીચે સંતાડયો, પતિએ રંગેહાથ પકડી તો આપી મરી જવાની ધમકી
પ્રતિકાત્મક તસવીર

એક દિવસ બંનેને ફોન  પર વાતો કરતા પરિણીતાના પતિએ ઝડપી પાડયા તો પરિણીતાના પતિને પ્રેમીએ ધમકીઓ આપી હતી.

  • Share this:
અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમની કોઈ સીમા નથી હોતી. આવી જ કહેવત ને અનુરૂપ એક કિસ્સો પોલીસમથકે પહોંચ્યો છે. એક પરિણીતા લગ્ન પહેલા તેના નાનાના કપડવંજ ખાતેના ઘરે રહેતી હતી. ત્યારે ત્યાં એક સુરતનો યુવક પણ મામાના ઘરે આવતો હતો અને બને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પણ પરિણીતાના બાદમાં અમદાવાદ ખાતે લગ્ન થઈ ગયા હતા. જોકે પરિણીતાથી ન રહેવાતા તે પ્રેમી સાથે વાત કરવા મોબાઈલ લાવી હતી અને તે વાતો કરતી હતી. એક દિવસ બંનેને ફોન  પર વાતો કરતા પરિણીતાના પતિએ ઝડપી પાડયા તો પરિણીતાના પતિને પ્રેમીએ ધમકીઓ આપી હતી.

બીજીતરફ પત્નીએ પણ મરી જવાની ધમકી આપતા સમગ્ર મામલે પતિએ પત્ની અને તેના પતિ સામે ફરિયાદ આપતા ત્રિકોણીય પ્રેમ કહાની પોલીસમથકે પહોંચી છે.

ગોમતીપુર માં રહેતો 30 વર્ષીય યુવક મોબાઇલની દુકાન ધરાવી વેપાર કરે છે.  તેના ચારેક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલમાં તેને દોઢ વર્ષનો પુત્ર પણ છે. એના સસરા પચ્ચીસેક વર્ષ પહેલા મૃત્યુ પામતા હતા તેથી તેની પત્ની લગ્ન પહેલા તેના નાના સાથે રહેતી હતી. ગત 28મી જૂને તેની પત્ની અચાનક ગુમ થઈ ગઈ હયી. જોકે, 30મીએ તે ઘરે પરત આવી ગઈ હતી. આ બાબતે યુવકે ગોમતીપુર પોલીસને જાણ પણ કરી હતી. ત્યારબાદ આ યુવકને જાણવા મળ્યું હતું કે, તેની પત્ની જ્યારે લગ્ન પહેલા તેના નાનાના ઘરે રહેતી હતી ત્યારે ત્યાં સુરતનો એક યુવક તેના મામાના ઘરે આવતો હતો.

બને વચ્ચે આ દરમિયાનમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. લગ્ન બાદ આ યુવતી તેના પ્રેમી સાથે એક એક કલાક સુધી વાત કરતી હતી. એક દિવસ તે આ યુવક સાથે વાત કરતા પકડાઈ ગઈ હતી. વાત કરવાની સાથે સાથે તેનો ફોન પણ પલંગ નીચે છુપાવેલો મળ્યો હતો. બાદમાં યુવકે ઠપકો આપી મોબાઈલ ફોન તેની માતાએ લઈ લીધો હતો. પણ થોડા દિવસ પહેલા આ યુવકના બનેવીના ફોન પર પરિણીતાના પ્રેમીનો ફોન આવ્યો હતો. તે વાત કરતી હતી તે દરમિયાન પકડાઇ જતા યુવકે તેની પત્નીના પ્રેમીનો નંબર મેળવી તેને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : 'તારે બીજા સાથે અફેર છે તો એને લઈને ભાગી જા' - ખુદ પતિએ જ પત્નીને કેમ કહ્યું આવું

આ પણ જુઓ - 

જેથી પરિણીતાના પ્રેમીએ આ યુવકને ધમકી આપી હતી. બીજીતરફ યુવકને તેની પત્નીએ પણ ધમકી આપી કે, આ બાબતે કોઈને કહેશે કે પોલીસને જાણ કરશે તો પોતે આપઘાત કરી લેશે. પણ તેમ છતાંય આ યુવકે તેની પત્ની અને પ્રેમી યુવક સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : 'તારે બીજા સાથે અફેર છે તો એને લઈને ભાગી જા' - ખુદ પતિએ જ પત્નીને કેમ કહ્યું આવું
Published by: Kaushal Pancholi
First published: August 3, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading